Hamendra C. Parekh, Plot 22, Road
7 Nutan Laxmi Co-op-ed Society Ltd (Bombay 56) Vile Parle West
તા.
૬ - ૬ - ૭૨ મંગળવાર
કલકત્તા
પ્રિય
ભાઈ બટુક તારો પોસ્ટકાર્ડ
ગઈકાલે મળ્યો. હું ઘણા દિવસથી
વિચાર કરતી હતી કાગળ
લખવાનો મારી તબીયત હવે
સારી છે. હસમુખ ભાઈ
મારા સગા ભાણેજ થાય,
વર્ષોથી અમારે સંબંધ કપાઈ ગયેલો, અહિયાં
પાસે આવ્યા બે ત્રણ દિવસ
રહ્યા, સંબંધ તાજા થયા. સગા
ભાણેજ વતીએ અમે ક્યારેય
પણ એની સંભાળ લીધી
નહોતી. એને પણ દુઃખ
થાય જરૂર, અમારી પણ ભૂલ હતી,
ક્યારેક જીવનના વહેણ એવી દિશામાં
વળી જાય છે પાછું
વાળીને જોવાનો અવકાશ નથી રહેતો. થોડે
એમાં ઘણા અનર્થ અને
ગેરલાભ પણ થાય છે.
એ ભૂલ સુધારવાની કોશીષ
કરીએ પરંતુ એ તો સાંધેલા
વસ્ત્ર જેવું બને, એક લીરાડ
જરૂર રહી જાય, લિસોટો
વળી મટે નહિ.
તારા
બનેવી પોતે પોતાના કુટુંબની
એક જ વ્યક્તિ, અને
કુટુંબ મોટું. શારીરિક અને માનસિક શક્તિની
પૂરી ખામી, બાળપણથી જ દુઃખ અને
બોજો માથે પડ્યા. એટલે
જીવનમાં ઘણું ઘણું ગુમાવ્યું.
નિવૃત્તિ લેવાનો સમય થઈ ગયો
છે. જીવનના શેષ વર્ષો જે
બાકી હોય એમાં હેતુ
અને આત્માની શુદ્ધિ - શાંતિ મળે એવા પ્રયાસો
કરવાનો હવે સમય આવી
ગયો છે, પરંતુ એ
સમજણ દરેકને યથાકાળે નથી આવતી અને
ગુમાવેલું કદી પાછું નથી
મળતું, જ્યાં સુધી સ્વને આ
સમજણ નહિ ત્યાં સુધી
બધું નકામું, સારું મુકો હવે.
શિક્ષણ
અને સંસ્કારનો અભાવ હશે? પરંતુ
દરેક મકાન સેંલો તો
અભણ જ હતાને? એ
કઈ શાળામાં શિક્ષણ લેવા ગયા હતા?
ઘણા
દિવસથી મનમાં એક વિચાર ઘોળાતો
હતો ને તારા કાગળમાં
એનો પ્રત્યાઘાત પડ્યો, તું આવવાનો હતો
પરંતુ બંધ રહ્યું તે
થયું. તે આવવાનું બન્યું
હોત મને ઘણી રાહત
મળત, આવવાનું કઈક હું વિચારતી
હતી, પરંતુ તારું કાયમ એવું જ
કંઈક છે, વિચારતી હતી,
પરંતુ તારું આવવાનું ક્યાંથી અંગે બંધ રહ્યું
તે થયું, હવે તો આવવાનું
ક્યાંથી બને? ખુની અને
બળી પેઢી - જેમાં પણ ઘણું લાંબુ
અંતર સપાયેલું છે - એક એવી
ખાઈ જેવી પૂરી શકાય
- વચ્ચેની વિસંવાદિતાએ એક એવું ઘર્ષણ
શું થયું રહ્યું છે
કે જેમાંથી બહાર નીકળવાનો માર્ગ
સૂઝતો નથી, અમે રસ્તો
શોધ્યા વગર છૂટકો પણ
નથી, નહિતર ગૂંગળાઈને મરી જવું પડે,
એમ થાય છે કે
ક્યાંક એવું ન બને
કે મોડું થઈ જાય! હવે
તો અહીં આવવા માટેની
કોઈ તક મળતો જીવન
ડરતો સમય સમયનું કામ
કરે છે. જે નિર્ણય
થઈ ચૂક્યું હશે એમાં કોઈ
ફેર આપણે પાડી શકવાના
નથી પન્ના સપાદાનના પ્રયાસો જ ફુલ હોય
છે.
ત્રણોની
તંદુરસ્તી કથળેલી જ છે, ક્યારેક
ઉપરથી બીમારીઓ ઘણી ભોગવવી પડે
છે. તો ક્યારેક ભલે
ઉભી કરેલી બીમારી પણ ભોગવવી પડે.
એનો રસ્તો નીકળી શકે, શૈલેષને અત્યારે
બહારના મુક્ત વાતાવરણની ઘણી જરૂર છે.
શારીરિક અને માનસિક બંને
વરણની ઘણી જરૂર ભય
થોડો વખત તો મુક્ત
રાખો, તે બહાર નીકળી
જાય થોડો વખત તો
મુક્ત હવા મળે શુદ્ધ
પ્રાણવાયુ વગર જીવન શક્ય
જ નથી, અને અહીં
હવા બંધિયાર ગૂંગળામણ પ્રેરિત થઈ ગઈ છે.
મારી તબીયત હમણાં સારી છે. એક
હોમિયો-
પેથીક
દવા લાગુ પડી ગઈ
છે. એમની પોતાની દવા
ચાલે છે.
મોટાભાઈ
- ભાભી રાજકોટ ગયા હશે, પપ્પુ
ક્યારે ગઈ એ ખબર
નથી. રાજકોટથી ફક્ત આજ સુધીમાં
ચંદનબેનના બે કાગળ આવ્યા
છે. વડીયાથી બેન જ્યોતિ તથા
હર્ષકાન્તે કાગળ લખેલ, તે
ઉપરથી જાણ્યું કે ૧૧-૫
ના વરસી વાળીને તા.
૨૮ ના ભાઈ નાનુ
બાને તેડવા જવાનો હતો, કાલે જુનાગઢથી
લખેલો બેન જ્યોતિનો કાગળ
છે.
ત્યાં
તમારી ચારેની તબીયત સારી હશે. સૌ
વાલીને યાદી. મનીષ - નિર્મિતને વહાલ, ગરમી હજી ભયંકર
પડે છે, ક્યારેય પણ
નથી પડી એવી.
રમણિકભાઈ
- ભાભી મળ્યા? સરનામું તથા ફોન નં.
આપેલા. બાવીસ દિવસથી મુંબઈ છે કાગળ ખુશી
ખબરનો લખજો, એંજલી.
બેનના
સ્મરણ.




No comments:
Post a Comment