તા.
૨૪-૬-૬૦
મોરબી
ભાઈશ્રી
નટુભાઈ,
આપ
કેમ અમરેલી થી રાજકોટ ફેરવી
નાખ્યું કેમ ત્યાં ન
ફાવ્યું ? કે ત્યાં થી
કાઢી મુક્યા તે બધું વિગતવાર
જરૂર જણાવજો.
હવે
ત્યાં થી રાજકોટ આવ્યા
તો ત્યાં શું કરો છો
તે જરૂર જણાવશોજી.
ત્યાં
આગળ ગુલાબભાઈ ને અને બીજા
જે કોઈ હોય તેને
મારા નમસ્તે કહેશો.
એ
જ લી. મુકુંદ ના
જયભારત –
સરનામું
નવનીતકુમાર
ગાંધી.
દ્વારા.
મોરબી વેજીટેબલ પ્રોડક્ટ્સ લી.
Morvi મોરબી.
(Saurashtra) (સૌરાષ્ટ્ર)
તા.
૨૪-૬-૬૦
મોરબી
ભાઈશ્રી
બટુકભાઈ,
ભાવનગર
થી તમારું બંનેનું સરનામું મંગાવ્યું હતું તે આવી
ગયું એટલે આપણી વચ્ચે
ના પત્રવ્યવહાર અમે શરૂ કરીએ
છીએ અમારું સરનામું જણાવીએ છીએ તો જરૂર
પત્રવ્યવહાર કરજો.
આપ
ક્યાં અને શું કોર્સ
માં છો તે બધું
જણાવશો –
વાડિયા
યાદ આવ્યા કરે છે. ત્યાં
પણ પત્ર લખ્યો છે.
અમે
અહિ ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટ માં છીએ તે
તમને ખબર છે અને
નટુભાઈ Diploma
Technical નો કોર્સ લીધો છે અને
મેં Mechanical Engine બાજુ નો કોર્સ
લીધો છે. આપની વિગત
જણાવશો અમે લી. મુકુંદ
ના જયભારત –


No comments:
Post a Comment