શ્રી
હેમેન્દ્ર પારેખ,
પ્રદ્યુમ્નસિંહ
હોસ્ટેલ (રૂમ ૫)
પેલેસ
રોડ,
રાજકોટ
(સૌરાષ્ટ્ર)
નોર્થ
ગુજરાત : મુંબઈ : ૩૦/૯/૫૦
પ્રિય
ભાઈ હેમેન્દ્ર
તારો
કાગળ મળ્યો એસ.એસ.સી.માં અંગ્રેજીમાં તને
સૌથી વધુ માર્ક્સ મળ્યાના
ખબર વાંચી ઘણો આનંદ થયો.
પણ તેનું ઈનામ ફક્ત ૫૦
રૂપિયા જ! ૫૮૦૦૦ છોકરાઓનો
૧-૧ આનો ગણીએ
તોય ત્રણ હજાર રૂપિયા
ઉપર થઈ જાય ! સંચાલકો
આટલામાં આછું આપણું જ
લઈ લે.
તારે
માટે સંયુક્ત રાષ્ટ્રસંસ્થા વિશેનું થોડું સાહિત્ય હું શનિવારે રજિસ્ટરથી
મોકલીશ એમ લખવાનો હતો.
પણ તે પછી વિચાર
આવ્યો કે દીવાળીની રજામાં
તું બે થોડા દિવસ
અહીં આવે તો મારી
પાસે છે
તે
ઉપરાંત અહીંની અમેરિકન લાયબ્રેરીમાંથી પણ તને એ
વિશે પુષ્કળ સામગ્રી મળી શકશે. હવે
તો તારે રજાઓ પડવાની
તૈયારી હશે. તો તું
અહીં અમારે ત્યાં જ આવ અને
પછી દીવાળી ટાણે વડોદરા જવું
હોય તો ત્યાંથી જજે.
નાનક અહીં છે, વસંત
પણ આવશે, તેથી તનેયે ગમશે.
જો ન જ આવી
શકાય તેમ હોય તો
પછી મને અચૂક લખજે
જેથી ત્યાં ચિઠ્ઠીમાં હું સામગ્રી મોકલું.
લિ.
તારી
તબિયત સારી રહી છે?
મનહર



No comments:
Post a Comment