શ્રી
મુંબઇ. તા ૧૩
સ્નેહીભાઇ
હેમેન્દ્ર, જત તારા તરફના
કશા સમાચાર નથી. મેં વિરેન્દ્રને
પણ પત્ર લખેલ તેનો
પણ જવાબ નથી. તમો
લોકો જેમ જેમ મોટા
થાવ છો તેમ શું
ભુલતા જાવ છો? તમોને
કાગળ લખવાની પણ ફુરસદ મળતી
નથી.
ખાસ
આપને લખવાનું કારણ કે તારો
પત્રનો જવાબ આપવા ઇચ્છું
છું જો સાફ સરનામુ
મળશે તો તને તારા
પ્રશ્નનો જવાબ આપશ.
અત્રે
હું તથા બંને બાબા
મજામાં છે. તારી ભાભી
પણ મજામાં છે. તારા તરફના
સમાચાર જણાવશે. હાલ તારી પરીસ્થીતી
શું છે, શું કરે
છે, શરીર સુધરી ગયું?
ત્યાં
બા તથા બાપુજી તથા
મોટીબેન, ચંદાબેન, મંજુબેન, વિરેન્દ્ર ને મારા યાદી
આપશો. વરૂણ તથા મંજુલા
હાલ શું કરે છે.
ઉમા મજામાં હશે. દિપેશ શું
બયું.
ઘણું
લખવાનું મન થાય છે
પણ તે માટે કલમ
હાલતી નથી. શું લખું
કેમ લખું. ઘેર રહે તો
તારો પત્ર આપજે. તારો
જુનો પત્ર મારી સાથે
જ મારા... [P.T.O.]
જાનામાં
છે. જ્યારે તારો પત્ર આવશે
ત્યારે વિગતવાર જણાવીશ. હાલમાં સિનેમા પણ ઘણા જોયા
છે. છેલ્લા સંગીતા, તથા flame & arrow જે ૧૧ તથા
૧૨ તારીખે જોયા.
તારો
પત્ર હજી બાકી છે.
સાયન્સમાં first year માં છે.
દિપેશ
શું.
વિરેન્દ્રને
પત્ર લખવાનું કહેશે.
એ
જ લિ તારો સ્નેહાધિન રજનીકાંત સ્નેહસ્મરણ


No comments:
Post a Comment