શ્રી,
હેમેન્દ્ર ચુનીલાલ પરીખ, ૧૩૬ સ્ક્વેર હોસ્ટેલ,
વલ્લભવિદ્યાનગર
તા.
૬-૬-'૫૮ આણંદ.
પ્રિય ભાઈ, ગયા નહિ,
પણ તેની પહેલાનાં રવિવારે
તું અહીં આવેલો, એમ
ધમેન્દ્ર કોલેજ માં તારી સાથે
ભણતા કોઈ ભાઈએ ખબર
આપેલા. તું અહીં આવી
ને પણ મને મળી
ન શક્યો તે જાણી ખરેખર
ઘણુંજ દુઃખ થયું ! બરાબર
તેજ વખતે હું દસ-બાર દિવસનાં ભેગા
થયેલા કપડા ધોવા ગયો
હતો એટલે મને જરા
મોડું થઈ ગયું હતું.
અચ્છા. હવે આ શનિવારે
સવાર માં તું અહીં
આવ અને પણ બે
દિવસ રોકાજે. આ શનિવારે અમારે
કોલેજ નો 'સ્ટુડન્ટસ્ ડે'
છે એટલે જરા ફંક્શન
જેવું છે. તો તું
ચોક્કસ
આવજે.
શુક્રવારે સાંજના અનુકૂળ સમય એમ હોય
તો તો ઘણુંજ સારું.
કોલેજ બરાબર ચાલતી હશે. હવે તો
ત્યાં ફાવી પણ ગયું
હશે. ઠીક ત્યારે, શુક્રવારે
સાંજના રાહ જોઈશ. જરૂર
આવજે. —મસ્તાની.
તા.ક. બની શકે
તેમ હોય તો બાબુભાઈ
(અનૂપભાઈ?) ને પણ જરૂર
લેતો આવજે.



No comments:
Post a Comment