MAHENDRA MEGHANI
Journalist . Publisher 35, Shrimali Society, Navrangpura AHMEDABAD-9 (India)
કેશવ
કુંજ, આણંદભાઈ સેન, ઘાટકોપર : (G.I.P.); મુંબઈ. ૧૪-૬-૫
પરમ
પૂજ્ય માતુશ્રીની સેવામાં,
ઘણે
વખતે તમને કાગળ લખું
છું. અડધા મહિના પર
અમે ત્રણ ભાઈઓ ભાવનગર
ચિત્રાક્ષેત્રી પાસે ગયેલા ત્યારે
તમારી પાસે ૧-૨
દિવસ આવવાનું નક્કી કરેલું. પણ નાના મસાલાને
થોડું વાગેલું તેથી મુસાફરીની વધુ
હાડમારીમાં ન મુકાતાં અમે
સીધા ભાવનગરથી અમદાવાદ ગયેલા. અમદાવાદથી ઘર ખાલી કરી,
સામાન બોટાદ મૂકી અમે સહુ
અહીં આવ્યા છીએ. અહીંથી હું
આવતા મંગળવારે બાવીસમી તારીખે વિમાનમાં વિલાયત થઈને અમેરિકા છાપાંનું
ભણતર ભણવા જાઉં છું.
સવાએક વરસે પાછો આવીશ.
હું જવાનો છું જેથી બહેન
ઈન્દુ ભાવનગરથી મને મળવા અહીં
આવેલ છે. વિમુ અને
મંજુલા તો ઘાટકોપર જ
આવવાના હતાં. મંજુલા હું પાછો ફરીશ
ત્યાં સુધી ત્યાં જ
રહેશે.
નાના-મસાલા મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા છે
અને અહીંની કોલેજમાં દાખલ થયા છે.
તેઓ બોર્ડિંગમાં રહીને ભણશે. વેકેશનમાં ભાવનગર જશે ત્યારે તમારી
પાસે પણ ૨-૫
દિવસ આવી જશે.
ચિત્રાક્ષેત્રી
અને નાના માંડ માંડ
ભાવનગરમાં ઠીક રોકાઈ ગયું
છે. એમના ખુશીખબરના કાગળો
આવતા રહે છે.
અમેરિકા
ભણવા જવાની મારી ઈચ્છા ૨-૩ વર્ષથી હતી.
પણ આજે હવે હિંમત
કરી ને જાઉં છું.
પાછળ અહીં રહેનારાં સહુની
માફક તમારી પણ ચિંતા મને
થયા કરે છે. પણ
તમને તો હું અહીં
હતો છતાં સાચવી શક્યો
નહિ, એટલે પરદેશ જઈને
તો ચિંતા કરવા સિવાય બીજું
શું કરી શકીશ? તમે
તબિયત સાચવીને રહેશો. ભગવાન તમને સાચર્યનાં કરે
અને આજ સુધી તમે
જે આ૫-સ્વાધીન રહ્યાં
છો ત્યાં સદાય તમને રાખે
એવી પ્રાર્થના કરું છું. અમારી
ભૂલચૂક ઘણીયે થઈ છે તે
તમે તો માવતર છો
તેથી મોટું મન રાખીને માફ
કરશો, પણ કુદરત અમને
જરૂર સજા કરશે. ઉપર
વિમુનું સરનામું છે.
લિ.
ધોરૂ મનહરનાં પાયવંદન


No comments:
Post a Comment