શ્રી
હેમેન્દ્ર પારેખ, B-43, એન્જીનીયરીંગ હોસ્ટેલ, વિધ્યાનગર, Anand (આણંદ)
૩૦
શ્રીમાળી સોસાયટી, અમદાવાદ-૯. તા. ૧/૧૦/’૫૩
પ્રિય
ભાઈ, લાંબા સમયથી ખોરવાઈ પડેલા આપણા પત્રવ્યવહારને ઉદારતાપૂર્વક
સાંધતું તારું પત્ર આખરે અઠવાડિયા
પર મળેલું. એનો જવાબ તેં
માગ્યા મુજબ જલ્દી નહિ
લખીને મેં તને ઠીક
ઠીક ગુસ્સે કર્યો હશે — જો કે એ
રોષનું ઝાંખું સરખુંય પ્રતિબિંબ તારા આજે સવારે
મળેલા બીજા પત્રમાં ન
જોઈ શક્યો એ તો તારા
ઉમદા સ્વભાવ અને દરિયાવ દિલનો
જ પુરાવો ને ! What is this if not the
manifestation of “those rare qualities of heart”? The richness of heart is not
so easy to part with, my friend !! As regards the heart, a change for the
better may be pretty easy, and even overnight, but not one for the worse !
તો,
હવે મુખ્ય વાત પર આવું.
તારા પત્રનો આજ સુધી જવાબ
ન મળવા છતાં મારા
કે જશુભાઈ વિષે કોઈ પણ
જાતની ગેરસમજૂતીભરી કલ્પનાઓ તો તું ન
જ કરી બેસે એની
તો ખાતરી છે — તારી પાસેયથી
એટલી નિકટતાની આશા તો રાખીએ
જ ને ?! અરે, નિમંત્રણની રસ્મી
formalityમાં રાચ્યા વિના, સામેથી ચાલતીને તેં પોતે જ
અમદાવાદ ઊતરવાની ઈચ્છા વ્યક્ત કરી એને જ
અમે તો તારી નિકટતાનો
convincing પુરાવો લેખીએ છીએ.
તારા
આડસુ અને અસ્થિરમગજ મિત્રોના
દિલની આવી ઊંડી પિછાન
બનાવી તેથી અમે બંનેએ
કેટલો બધો સંતોષ અનુભવ્યો
હશે તે તું કલ્પી
શકે ખરો કે? ખેર,
એ ટૂંકો ઉમળકો પત્ર દ્વારા વ્યક્ત
કરવામાં ઠીલ થઈ એના
કારણો જણાવું. તારું પહેલું પત્ર આવ્યું એ
જ અરસામાં મહેન્દ્રભાઈ ભાવનગર જતાં અહીં એક
દિવસ ઊતરેલા. મારે આ વખતે
છ-માસિક પરીક્ષા નથી અને વિદ્યાબેન
રજાઓ પણ દસેક દિવસ
વહેલી પડે છે એ
જાણી એમણે મને સાથે
લેવા ખૂબ પ્રયત્ન કર્યો.
એમની સાથે થોડા દિવસો
ગાળવાની લાલચે હું પણ પીગળી
ગયો, અને એ ગયા
તે દિવસે તો તૈયાર થઈ
રહ્યું તેમ નક્કી કરીને
બીજે દિવસે ભાવનગર જઈ પહોંચવાનું વચન
પણ આપી દીધું... અને
જાણે જે દિવસે
(2) તારો પત્ર
આવ્યો ! પછી તો, રામે
સીતા-ત્યાગ વખતે પણ ન
અનુભવ્યો હોય કદાચ તેટલો
દ્વિધા, મૂંઝવણ અને કિંકર્તવ્યમૂઢતા અનુભવવા
શરૂ કરી ! ભાવનગર જાવું થોડુંક મુલતવી રાખીને તારી રાહ જોવી
કે નહિ એ વિચારમાં
ને વિચારમાં ચાર-છ દા’ડા નીકળી ગયા,
અને તને સારો એવો
suspenseમાં રાખ્યો — રાખવો પડ્યો. આખરે, આજે સવારે આવેલા
તારા બીજા પત્રાસ્ત્રે પલ્લું
નમાવી દીધું, અને મેં તારી
રાહ જોવાનો નિર્ણય કરી લીધો !
વર્તમાન
“situation”માં તો મારા ગણાવ્યા
મુજબ મારે ‘છ-માસિક’ નથી
એ જ મોટું favourable point કહેવાય. જશુભાઈને
તા. ૬-૧૦ મેં
બે દિવસ theoryની પરીક્ષા છે,
જ્યારે Practicals તો છેક ૨૨-૨૩ના અરસામાં. આમ
તારા આગમન માટે સંજોગો
પૂરતા અનુકૂળ છે ! તું છઠ્ઠીએ
સવારના નીકળી આવીશ તો પણ
કંઈ હરકત નથી, પણ
તને બદલે ૧૦ની સવારે
નીકળી આવી પહોંચે તો
જશુભાઈને પરીક્ષાના ભારેખમ મૂડમાં જોવામાંથી ઊગરી જઈશ ! બાકી
તારી હાજરી તો ઉત્તેજક (inspiring) જ નીવડશે.
આફતોને વખતે સ્વજનો-મિત્રો
હાજર ત્યારે કુંદનદાયક પુરવાર થતા હોય છે,
અને આપણે જેવી ઘટમાળ
તળેથી પસાર થવું પડે
છે એ જાતની પરીક્ષાઓ
એ પણ ‘આફતો’ જ
છે ને ! બસ, તો
તું તારો છેવટનો નિર્ણય
જણાવતો એકાદ પત્ર હવે
નાખશે ને ? ૬ કે
૧૦ કોઈ પણ તારીખ
નક્કી કરવાની તને છૂટ છે.
૬ની ૧૦ તારીખ કરવા
જતાં તારો આખો ‘પ્રોગ્રામ’
upset થઈ જતો હોય તો
તો એવું નહિ જ
કરતો. જશુભાઈ પરીક્ષામાંથી મુક્ત થતાં સુધી આપણે
બંને એકલા ફરીને તારે
કરવાનું shopping નિ પરચૂરણ કામો
પતાવી દઈશું — જશુભાઈની અવેજી (અને અમારે માટે
તો લગભગ અનિવાર્ય ! ) એટલી
વાર રહે એવા મૂડમાં
જશુભાઈને જોવાની આશા રાખીએ! પણ
૧૦મીથી મોડું તો રખે કરતો
— યાદ રાખજે કે આપણો ‘કાર્યક્રમ’
૧૦મીની બપોરથી શરૂ થાય છે
અને એ upset ન થાય તે
જોવાની જવાબદારી તારી પણ ખરી
!
cinemaની અને
સારા ફિલ્મો ચાલે છે. જશુભાઈ
દિ. મિત્રો એમાંની થોડી જોઈ આવ્યા
છે, પણ મેં તારા
આવતાં સુધી રાહ જોવાનું
નક્કી કર્યું છે. આ સિવાય
પણ બીજી થોડી items નક્કી
થઈ ચૂકી છે.
આ
બધું એટલા માટે લખું
છું કે તારે માથે
કેવી ભારે જવાબદારી છે
એનો તને કંઈક ખ્યાલ
આવે, અને ૧૦મીની સવારથી
મોડું નીકળવાનો વિચાર સુદ્ધાં ન કરે ! ૧૦મીએ
તું આવીશ ત્યારે તો
કદાચ જશુભાઈ પરીક્ષાના છેલ્લા બે પેપરો આપવા
ઘેરથી નીકળી ચૂક્યા હશે એટલે તે
દિવસે જશુભાઈનું મોંઢું વલખાવાની તારે જરૂર નથી.
જશુભાઈના પાછા ફરતાં સુધીમાં
આપણે એમણે બધાએ ઓમેસ્ટર
થઈ જે ફિલ્મો લઈ
નાખવી એવું નક્કી કરવામાં
આવ્યું છે એની નોંધ
લેવી જરૂરી છે !!
તો
હવે આ બધા ‘કાર્યક્રમ’ને આખરી મંજૂરી
આપતો અને તારા આવવાની
ચોક્કસ તારીખ અને ગાડી જણાવતો
એક પત્ર વળતી ટપાલે
લખી શકીશ ખરો? તારે
પક્ષે તો એ “અશક્ય”
કે “impracticable” બેમાંથી એકે ય નથી,
બરોબર ને ! — અરે, તું તો
impracticableને
practicable બનાવી શકે એટલો તેજસ્વી
અને શક્તિશાળી છો — and please don't take
this all in good humour !
ગુજરાત
યુનિવર્સિટીના આશ્રય હેઠળ યોજાયેલા અને
International Shakespearean Theatrical Co. ના
અંગ્રેજ કલાકારોએ રજૂ કરનારા શેક્સપિયરના
“The Merchant of Venice”, “Macbeth & Twelfth Night” અને “Othello” દિ.માંથી છેલ્લા બે જોવાની ઘણો
તક મળશે. (ખરું જોતાં તક
તો બધા જોવાની મળશે,
પણ ફિકર એ બે
નાટકોની જ મળશે !!) તને
ખૂબ યાદ કરતો હોઈશ.
તેં તો એમાંનાં કોઈ
કોઈ વાંચેલા પણ હશે એટલે
અમારી હરોળમાં વધુ enjoy કરી શકીશ બેટા.
(૪)
બસ ત્યારે, જલ્દી પત્ર લખજે અને
આવી પહોંચજે. વધુ વાતો રૂબરૂ
કરીશું !
લિ.
મહેન્દ્ર
તા.ક. (૧) તારો
સામાન વધુ હશે તો
આપણે સ્ટેશને “ક્લોક-રૂમ”માં મૂકવાનો
બંદોબસ્ત કરીશું.
(૨)
તારો અહીંનો ‘કાર્યક્રમ’ બે-ત્રણ દિવસનો
તો ઓછામાં ઓછો હોય જ
કોઈ મિત્રોને કે ઘેર પત્ર
લખતાં ખ્યાલ રાખજે કે કંઈ એવું
commit ન થઈ જાય જેથી
પાછળથી તારે બહાનું કાઢવું
પડે !
(૩)
જશુભાઈ જુદો પત્ર લખતા
નથી છતાં આ પત્ર
એમની સૂચના અનુસાર જ લખાયો છે
એ જાણજે. એ વાંચવામાં પડ્યા
હોવાથી એમને પત્ર લખવાનો
વધુ આગ્રહ કર્યો નથી — લિ.
From Mahendra પારેખ ૩૦ શ્રીમાળી સોસાયટી,
અમદાવાદ-૯
પી.એસ. ખૂબ આભાર
કરાવી દીધી ૨૩૧૭ મંજૂર
થઈ ગઈ ! — હવે તો રાતે
૭૬ impracticable ! ખેર, સ્ટોક હાથમાં
આવે એટલે સાબિત કરી
દેજે. — ભાઈના પ્રણામ






No comments:
Post a Comment