Shri, Hamendra Parekh, 1008, W.
Illinois, URBANA (Illi.) U.S.A.
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
પરદેશ
વસવાટનો અઢીએક વર્ષનો મારો અનુભવ કહે
છે કે ઘરથી દૂર
દૂર પડેલો માણસ સ્વજનોનાં પત્રોની
હંમેશા ઉત્સુકતાપૂર્વક રાહ જોતો હોય
છે. કમનસીબે, ઘરનાં ભાઈ-બહેનોની અનિયમિતતાને
કારણે મોં ઠીક ઠીક
બધું સહન કરતું અને
અણધારી વાતમાંથી વાગ્બાણ પણ જન્મે તે
પરિણામની ગંભીરતા ક્યારેક પૂરા સંબંધોની મધુરતા
ઘટાડી પણ શકે છે.
રોજે ને રોજે દેશનાં
પત્રોની રાહ જોવી. એ
રાહમાં મોટે ભાગે નિષ્ફળતા
સાંપડે. નિષ્ફળતા ક્યારેક નિરાશા પેદા કરે. અને
ક્યારેક તો ગુસ્સો પણ!
દયાજનક સ્થિતિ કહેવાય ખરું કે?! મને
આ સ્થિતિ વચ્ચે આવી પડેલો કોઈ
દૂરનાં મિત્રનો પત્ર અગર તો
બિલકુલ અપરિચિત જેવા કોઈનો સ્નેહ
પત્ર ખરેખર મારા હૃદયમાં આનંદની
ઊર્મિ પણ લાવી શકતો—
અમુક અંશે મને પણ
સંતૃપ્ત થઈ જતું! હા,
આ તો બધો મારો
અનુભવ છે. તારા કિસ્સામાં
પત્રની એટલી બધી અગત્યતા
નહિ હોય છતાં પણ
મારો અણધારી આવી પડેલો પત્ર
તને આનંદ નહિ તો
કંટાળો તો નહિ ઉપજાવે
એવી આશા વધુ પડતી
નહિ હોય ખરું કે?!
અચ્છા.
થોડી જાત વાતો.
લગભગ
બેએક વર્ષ સુધી હું
સ્વીડનમાં હતો એતો તને
કદાચ ખબર હશે. ત્યાંનાં
વસવાટ દરમ્યાન કોઈ academic qualification વધારવું એવો ધ્યેય પ્રથમથી
જ રાખ્યો નહિ હોવાથી મારો
ભાગનો ત્યાંનો સમય ત્યાંની ખેતી,
સહકારી પદ્ધતિ અને ડેરીને લગતું
જાણવા-જોવામાં જ પસાર થઈ
ગયેલ. જુદા જુદા ખેડૂત
કુટુંબો જોડે રહેવું અને
કામ કરવું, ત્યાંની folk high schools માં પણ રહેવું
અને ત્યાંની ડેરીઓમાં કામ કરવું એ
મુખ્ય પ્રવૃત્તિ રહેતી. ઘણી મજા પડેલી.
વિગતવાર વાતો તો કદાચ
રૂબરૂ મળશું ત્યારે થશે.
(અલબત્ત,
સ્મૃતિપટ પર સમય જતાં
અને કારનું માળખું ઘડાતાં યાદ રાખવાની શક્તિ
હોતી એટલે હું પાછો
ફરું ત્યાં સુધી કાંઈ યાદ
રહેતો!) ત્યાર બાદ ત્રણેક મહિના
ડેન્માર્કમાં પણ એવી જ
રીતે રહ્યો હતો અને ત્યાર
પછી દેશ પાછા ફરતાં
ઈઝરાઈલ અમે ત્રણ મિત્રો
ત્રણ મહિના રહેતા આવેલાં. દુનિયાના કોઈ પણ દેશની
ખેતીના પ્રકાર કરતાં ઈઝરાઈલમાં આજે જે જાતની
ખેતી પદ્ધતિઓ (Organisational
aspects) અપનાવાઈ છે તે એ
વિશિષ્ટ પ્રકારની છે. એ જોવાની
લાલચ હતી અને પણ
તક પણ મળી એટલે
ત્યાં • ફરતા આવ્યા. ઘણું
નવું જાણવાનું મળ્યું. અખંડ
પણ
વેઠવું આવ્યું. મુસાફરીમાં સારી એવી મુશ્કેલીઓ
અને મુસીબતો પણ પડી. પણ
મુશ્કેલી વગર તો મુસાફરીની
મજા મારી જાય!
દેશ
આવ્યાને સાતેક અઠવાડિયા થયાં. આવ્યા પછી પહેલું કામ
જુદી જુદી જગ્યાએ ફરી
સગાં-સ્નેહીઓ અને મિત્રોને મળવાનું
રાખેલું. લગભગ પૂરું થઈ
ગયું. રાજકોટ ગયેલ ત્યારે તારાં
અમેરિકા પ્રયાણની વિગતવાર વાતો સાંભળી ખરેખર
ખૂબ જ આનંદ થયેલો.
તારા થોડા ઘણાં ફોટાઓ
પણ જોવા મળેલાં. શરીર
સારું થયું હોય એવું
લાગતું હતું! Carry on! હા, ત્યાં ગયેલાં
પપ્પાને પણ મળેલાં. અહીંની
ગરમીને કારણે બહુ વાર નહિ
લાગે. રાજકોટમાં જ ફોઈબા-ફુવા
અને બીજાં સૌને મળવા ગયેલાં
એટલે હળુ ઘડીએ નીકળી
ગયો. થોડા દિવસોમાં આંટો
મારવા વિચાર છે. બાકી હાલની
મુખ્ય પ્રવૃત્તિમાં તો (શારીરિક અને
માનસિક) આરામ લેવાનું ચાલે
છે! થોડાં સમયમાં, અહીં ભાવનગરમાં શરૂ
થતી નવી ડેરીમાં, જોડાઈ
જવાની તૈયારી કરી રહ્યો છું.
ત્યાંનાં સમાચારો તારી અનુકૂળતાએ લખીશ
તો ઘણો જ આનંદ
થશે. દેશનાં સમાચારો (news) તને ત્યાં ક્યાંક
મળે છે? કેમ? ત્યાંથી
નવું જ શું એ
વિશે વિગત બધું અહીંથી
વાંચવાનું મળશે? કે એવો સમય
જ નથી મળતો? તારી
પરીક્ષા વગેરે તો પતી ગયાં
હશે કેમ? ફરવાનું વગેરે
કેવુંક રહે છે? ચાલો,
વધુ ફરી નિરાંતે. અહીંથી
સૌનાં ખૂબ સ્નેહ વંદન.
— ગોપાળ — મનુભાઈ.




No comments:
Post a Comment