શ્રી
હેમેન્દ્ર પારેખ,
૧૩૧,
રૂપરેલ હોસ્ટેલ,
વલ્લભવિદ્યાનગર.
(via. ANAND)
તા.
૧૬-૭-૫૭
આણંદ.
પ્રિય
ભાઈ,
બહેન
ઉમાનાં દુઃખદ અવસાન નાં સમાચાર આપતો
તારો ૨૨/૬ નો
લખેલો પત્ર, ટપાલખાતાની હોશિયારી ને લીધે ઠેઠ
આજે પાંચ દિવસ પછી
મળ્યો. વાંચી ઘણુંજ દુઃખ. નિર્દોષ બાળકો ને ભગવાન જ્યારે
બોલાવી લે છે ત્યારે,
ખરેખર, તેની ક્રૂરતા નો
ખ્યાલ આવી જાય છે!
આપણા બધા પર અને
ખાસ તો ફૈબા પર,
અચાનક આવી પડેલી આફત
ને સહન કરવાની પ્રભુ
શક્તિ આપે.
— મસ્તાન


No comments:
Post a Comment