PIN Code: 400059
૪
ફેબ્રુ-૯૩ રાજકોટ
પ્રિય
સૌ. ભારતીભાભી,
પૂ.
ભાભી સાથે મોકલાવેલ શીખનું
પાર્સલ મળ્યું- સહુ ને પહોંચાડી
આપેલ છે. ચિ. નિર્મિત
ના લગ્ન પ્રસંગે અમો
કોઈ હાજર નહોતાં એટલે
શીખ મોકલાવવાની હોય નહીં- લગ્ન
એ આનંદ નો પ્રસંગ
છે અને વહેવારોથી મુક્ત
રહી, તેને માણવાની તક
ન મેળવી શક્યાં તેનો રંજ છે
એટલે શીખ સ્વીકારવાનું ભાર
રૂપ લાગે છે. સૌ.
હેમુની ગેરહાજરી માં, આવી પરિસ્થિતિથી
અકળાવું છું, એટલે કોઈ
પાસેથી ક્યારેય કાંઈ ન લેવું
એવો અભિપ્રાય, વહેવાર માં રાખવા ઇચ્છું
છું, તેથી તમારી અમાનત
તરીકે અહીં રાખીશ.
હું
તો મારી દુઃખ માં
રઝળતો થઇ ગયો છું
અને તેથી હૃદયની મેલી
આશાનો ભોગ બન્યો છું
કે એ તો
મારી
સાથે અંત સુધી રહેશે
જ. આવા કારણે મારાં
વર્તનમાં ક્યારેય અરૂચિકર જેવું લાગે, તો તેને ઉદાર
દીલે ક્ષમા કરશો. પત્રમાં આવું લખી, તમને
કોઈ દુઃખ લગાડવાનો આશય
નથી જ છતાંય હૃદયનો
ભાર થોડો હળવો થશે
એવું માની ને લખું
છું.
પગમાં
ફ્રેક્ચર થયું છે પણ
આંતર જ છે. એક
અઠવાડિયું ઘરમાં રહી ખૂબ કંટાળ્યો
એટલે ઓફિસે જાઉં છું. હજુ
પ્લાસ્ટર ખોલતાં બીજા દસો દિવસ
થશે. ત્યાર પછી પણ થોડો
સમય લાગશે કે હું પાછો,
મારૂં ફરવાનું ચાલુ કરી શકું-
ચિંતા કરશો નહિ.
ઘરમાં
સહુ ને સંભારશો. બાળકોને
ફુલ આશીષ
- નટુભાઈ
V. C. Parekh Vicas Corporation,
malavia road RAJKOT
360002




No comments:
Post a Comment