Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 19 January 2017

LALIT BHAI- 14/12/1994

Shri H. C. Parekh,

601, LOK DARSHAN - A WING,

6th flr. Military Road - Marol.

ANDHERI (E) PIN: 400059 BOMBAY

 

અમદાવાદ. ૧૭/૧૨/૯૪

પ્રિય હેમેન્દ્રભાઈ તથા ભારતી, આજે સવારે તમારો ફોન આવ્યો અને તમે M.P. ની ટૂરમાં જોડાવા ઇચ્છો છો જાણી ઘણો આનંદ થયો. ટૂર માટેનું આયોજન શ્રી અતુલભાઈ ધોળકિયા ત્રણેક અઠવાડિયાથી અમદાવાદની M.P. Tourism ની ઓફિસ સાથે કરતા હતા અને તમે અહીં આવ્યા તેના બે દિવસ પર Final કર્યું હતું તે મુજબ અમે Custom-made Package રાખેલ છે. તા. ૨૨ ફેબ્રુ સવારના ભોપાલથી તા. ૨૭ ની સાંજે ભોપાલ સુધી – Transport/Lodging/Boarding/Sight seeing વિ. ના સવ દિવસ + પાંચ રાત્રિના રૂ. ૨૫૦૦/- વ્યક્તિ દીઠ ખર્ચો છે, માટે અમે

 

૧૪ સીટની મીનીબસ રાખેલ છે. જીપ રાખી હોત તો અમે ૧૨ સભ્ય હતા એટલે થોડી માથાકૂટ રહે તેથી અમે ૧૪ સીટ વાળી પસંદ કરેલ છે, જે બહુ સારી એમાં સી. મહેતા ના અને સગામાં કોઈ બહેન છે તેઓએ single seat જોડાવવા ઈચ્છા કરતાં અતુલભાઈએ તેની તપાસ કરી અને તેનો FAX વિ. કરેલ છે જેનું Confirmation આજકાલ માં આવનાર છે. ટૂરમાં એક રાત્રિ ભોપાલ, ત્રણ પંચમઢી, એક જબલપુર, બે કાન્હા અને એક ભોપાલ માટેના હોટેલ બુકિંગ અમારા તરફથી confirm થયા છે. રેલ્વેની ટીકીટો ભોપાલ (To & fro) તથા એક ભોપાલ - જબલપુર કે એવું કઈક બુકિંગ આપતો કરી દેવાનું છે જે ૧૫ દિવસ પહેલા કરાવીશું. જો આજે તમારો ફોન આવ્યો એટલે અતુલભાઈ ને વાત કરી છે. તેઓ આજે રૂબરૂ MP Tourism ઓફિસ

 

પર જઈને તપાસ કરી આવશે, અમદાવાદની ઓફિસને હોટેલ બુકિંગનો પાવર છે અને બાકીનું દિલ્હી-મુંબઈ-ભોપાલ વિ.ના કોટામાંથી રાખેલ છે. એટલે આજે બધી તપાસ થઈ જાય અને જવાબ આવશે ત્યારે ખબર પડશે. જો સીટ હશે તો તુરત તમારા પૈસા ભરી દઈશું, હજી વખત છે એટલે થઈ જશે તેમ લાગે છે. હું પણ કાલે ત્યાં રૂબરૂ જઈ આવીશ. (આજે કાંઈ થઈ શકશે નહિ, ઓફિસર આવે નથી પણ અતુલભાઈ તો જવાના છે.) શ્રીમતી રંજનબહેનની તબિયત સારી હશે એવી ચિંતા થાય છે. બનશે તો આજે રાત્રે ફોન કરીશું. રંજનને અમારા પ્રણામ. સર્વને યથાયોગ્ય.

લિ. નિખિલ ના પ્રણામ

 

Dr. L. G. Doshi 2, Shantam Vasundhara col. PIN: 380006

 







No comments:

Post a Comment