૩૦
શ્રીમાળી સોસાયટી,
નવરંગપુરા,
એલિસબ્રિજ,
(સાબરમતી
તરફ !)
અમદાવાદ-૬,
તા.
૨૭/૬/'૪૩.
પ્રિય
ભાઈ બચુ,
તારું
ગઈ કાલનું લખેલ પત્તું હજી
હમણાં જ મળ્યું. પરમ
દિવસે આપણે મળીએ છીએ
એ સમાચાર માત્રથી મળું ઉદાસ પત્ર
મન આનંદે હસી ઊઠ્યું—સાચે
જ હો ! મનમાં તો
બે દિવસો થયાં યાદ કરતો
હતો, પણ ગઈ કાલે
તો મેં ને જમુભાઈ
બંનેએ તને વાતવાતમાં તને
ખૂબ સંભારેલો. તને પત્ર લખવા,
હૃદયની વાતોનો બોજો હળવો કરવા
મનવા, કંઈક ઝંખતો ; પણ
પછી થઈ આવતું કે
પત્ર દ્વારા પણ કોઈને આપવાની
લાયકાત મારામાં છે ખરી?—અને
એવો ઉત્તર મન જલદીથી દેતાં
દૂર ઠેલાઈ જતી. (અરે, તારા પરિણામને
દિવસે ખાસ યુનિવર્સિટી પર
જઈ તારો નંબર Second classમાં
શોધી કાઢવા છતાં અભિનંદનનો તાર
કરવાનો કે પત્ર લખવાની
સુધ્ધાં હિંમત ન ચાલી !—એ
જ કારણે સ્તો !)
(૨)
આણંદ
જતાં રસ્તામાં તું અમદાવાદ આઝાદ
ટ્રેન ઊતરવાનું ગોઠવશ એવી આશા મનમાં
ઊંડે ઊંડે પણ હોવાથી
ગઈ ૨૦મી આસપાસના બેત્રણ
દિવસોએ છાનામાના-મૂંગામૂંગા તારી રાહ જોયેલી.
પણ પછી થયું કે
host તરીકેની મારી લાયકાત વિષે
પણ તને શંકા પડી
લાગે છે ! અરે ભલા
માણસ, host તરીકે તો તેં જમુભાઈને
જ ગણ્યા હોત તો ય
શું ન ચાલત?—એમની
સાથે એટલા personal relationsનો દાવો તો
તું નથી જ કરી
શકે એમ માનું છું
!
તું
રવિવારે સવારે જે 'લોકલ'માં
આવવા ધારે છે તે
તો બપોરના પાંચેક વાગે અમદાવાદ આવે
છે તે જ ગાડી
ને ? અમારા ઘર નજીકનું સ્ટેશન
તે સાબરમતી તરફ પણ એલિસબ્રિજ
(કે જે હવે 'ગાંધીગ્રામ'ના official નામે ઓળખાય છે.—આદિત્ય પણ 'ગાંધીગ્રામ'નું
જ નગર ગણું છે
એ તો કદાચ તું
'સોમનાથ હોટેલ' દ્વારા આવ્યો હોઈશ તો નહિ
જ હો.) પણ આ
બધા ઝંઝટમાં જરૂર આણંદથી અમદાવાદ
આવતો હોવાથી તને નહિ પડે,
કેમકે એ રસ્તે તારે
સાબરમતી કે ગાંધીગ્રામ બેમાંથી
એકેય સ્ટેશનનો નહિ આવે. તારી
ગાડી તો મણીનગરથી સીધી
અમદાવાદ—કાલુપુર—જ આવશે. હું
સ્ટેશને તને મળવાનો પ્રયત્ન
તો કરીશ ; છતાં કદાચ ન
આવી શકું તો તું
૬-૭|| વાગે બસ
ચાલુ થયે ત્યાં જ
આવજે—સિવાય કે તું ઓટો-રિક્ષાનો દોઢ રૂપિયો ખર્ચવા
માગતો હો ! સગવડમાં તો
ધોતૂ સિવાય બીજું ખાસ કંઈ નહિ
(૩)
શરૂ
થાય. ૯ નંબરની બસ
તને છેક નવરંગપુરા—આપણા
ઘર પાસે માત્ર બે
આનામાં જ ઉતારશે.
એક
suggestion કરું? ગમે તો સ્વીકારજે.
કદાચ તારે અડધો દિવસ
થશે. પણ હમણાં તો
શરૂઆતના દિવસો છે એટલે તું
સેકન્ડ પિરિયડો છોડી પણ શકે.
તો ગમે બપોરે જ
કોઈ ગાડી પકડી અહીં
રાત પડતાં પહોંચી જા એવું ન
થઈ શકે ? ગમે નિરાંતે, પેટ
ભરીને (અને હૃદય ઠાલવીને!)
વાતો કરવાનો તક મળશે એમ
તને પણ નથી લાગતું?
બસ ત્યારે, થઈ ગયો ને
convinced? તો ગમે આ પત્ર
મળે કે તરત જ
કોઈ અનુકૂળ ગાડી પકડીને આવી
પહોંચ. રાતે જોઈએ છીએ.
(ગમે રાત પડતાં જ
આવી જવામાં એક બીજો ફાયદો
પણ છે ; સવારે લોકલમાં
આવતાં બસ શરૂ થતાં
લગી, એક-દોઢ કલાક
કે વધુ સમય, સ્ટેશન
પર તપ કરવાના કંટાળામાંથી
ઉગરી જવાશે !)
અરે
હાં, તેં પુછાવેલ મુજ્બ
વિગત રહી ગઈ છે
!—રવિવારે બધા દુકાનો
(૪)
બંધ
હોય એવું ખાસ હોતું
નથી એમ જમુભાઈ કહે
છે. તારે હોટેલ અને
ખરીદી શાકે એમ દુકાનો
તો શહેરમાં જરૂર ખુલ્લાં હશે
જ એમ તો મને
પણ લાગે છે !—અને
ગમે તો પછી રવિવારની
રાત રહી, સોમવારે સવારમાં
ઘણું shopping પતાવી તું ગાડીમાં બેસી
જઈ શકીશ. ટૂંકમાં આ મુદ્દા પર
વધુ વિચાર કરવાની જરૂર રહેતી નથી.
બસ
ત્યારે, આવી પહોંચ. અમે
બંને તારી ખૂબ રાહ
જોઈએ છીએ. જમુભાઈ તરફથી
formal invitationની આશા રાખવા જેવો
અ-શિષ્ટ સોમનાથ હવે તું રહ્યો
નથી એની ખાતરી છે.
—Anuj (અનુજ)
તા.ક. આ પત્ર
તને જો ને જો
જલ્દી પહોંચાડવા express deliveryના વધુ બે
આના ખર્ચું છું. એ બે
આના સાર્થક કરવા ખાતર પણ
આવતી કાલે જ દર્શન
આપ !
—Anuj (અનુજ)




No comments:
Post a Comment