TRUST REGISTRATION No. E-2053
RAJKOT DT. 26-12-88
Smt. SAMJUBA CHUNILAL PAREKH
CHARITABLE TRUST
C/o. VICAS CORPORATION, MALAVIA
ROAD, RAJKOT - 360 002. PHONE : 226411, 234898
૧૬
જૂન-૧૯૯૬ શુક્રવાર
પ્રિય
બટુકભાઈ,
Hindu માં છપાયેલ
કેન્સર ઉપરની નોંધ અને તા:
૧૬ નો પત્ર મળી
ગયો.
મંજુબહેન
ને Chemotherapy શરૂ કરી છે.
દર ત્રણ અઠવાડિયે અહીં
આવી ઇન્જેક્શન લેવા હોસ્પિટલમાં રહેવું
પડશે. બીજું ઇન્જેક્શન હવે તા: ૨૪મીએ
આપશે. અહીં ના એક
અન્ય સર્જન ડો. મનોજ મહેતા
ને પણ second opinion માટે બતાવ્યું હતું.
તેમના મતે, આ ઉંમરે
થાય તે કેન્સર સબુ
થી safe ગણાય છે અને
તેમના અભિપ્રાયે તો Chemotherapy ની જરૂર પણ
નથી. પરંતુ તેની કોઈ આડ-અસર (ઉંમરને કારણે
- mild dose હોય છે) થશે નહીં
અને painful પણ નથી એટલે
લેડીઝએ ભલામણ કરી કુલ ૯
(નવ) ઇન્જેક્શનો પૂરાં કરવાં, તેમ નક્કી કર્યું
છે.
આ
રોગ નાં ડરે, ક્યારેક
રડી પડે છે પણ
છતાંય ઘણાં સ્વસ્થ છે.
પૂ. બહેન દોઢ મહિનો
રહી ને ગઈકાલે વડોદરા
ગયાં. તેમની હાજરીથી માનસીક support ઘણો રહ્યો. ભાઈ
દિનેશ - સૌ. જ્યોતિ પણ
બુધવારે આવી ગયાં છે.
અહીં
સબુ મજામાં છીએ. ઘરમાં સબુ
ને સંભારશો
– નટુભાઈ

No comments:
Post a Comment