Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Saturday, 21 January 2017

JAGDISH - 17/12/1957

To, HEMENDRA C. PAREKH, 1128, OHIO, LAWRENCE (Kansas) U.S.A.

 

મુંબઈ. તા ૧૭/૧૧

પ્રિય હેમેન્દ્રભાઈ, ઘણો લાંબે સમયે આપને પત્ર લખું છું. પહેલાં એક પત્ર ચાંદોએ લખેલ પણ તમારો જવાબ નહતો. હું ધારું છું ત્યાં સુધી પત્ર નો જવાબ અચૂક આપશોજી.

વિશેષમાં પૂ. કાકા વિ. સૌ. અણિલા તા. ૧૫/૧૧ ના વર્મા જવા રવાના થઈ ગયા છે. હું વર્ષે અહિંયા ભણવા આવ્યો છું તેની પણ તમને ભાઈના પત્ર મારફતે ખબર તો પડી હશે. બધું English માં છે એટલે ભય મોટો છે. નાનુભાઈ અહિં બેંગલોર જવા માટે આવેલ ત્યારે મળ્યા હતા અને સાથે ફર્યા હતા. ત્યાર પછી મળ્યા નથી.

હવે તમારે કેટલાં વર્ષ બાકી રહ્યા અને તરફ ક્યારે આવવાનો વિચાર છે તે પણ જણાવશો કે પછી ત્યાંજ ઘર માંડવું છે.

 

વિશેષમાં ત્યાંથી મારા માટે થવા જેવું હોય તે જણાવશો. commerce વિષે થવા જેવા કોઈ મેગેજીન હોય તો પણ જણાવશો.

મારું Terminal નું result સારું નથી. Inter નું વર્ષ છે, મહેનત કરું છું. ભાઈના ખુશીખબરના પત્રો આપતાં રહેજો.

તમે હાલમાં જ્યાં છો તે city છે કે ડેમ? યુનીવર્સીટીમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? standard of living કેવું છે? જમવા માટે કોઈ club system છે કે નહી જાતે મહેનત! તમે service માટે ગયા હતા તો પછી હવે શું થયું. Temporary ગયા હશો. વધુ જાણવા માટે જરૂર જણાવશો.

વળતાં તો હું ધારું છું કે world tour કરીનેજ આવશો. આપણે બન્ને સાથે જવાનો વિચાર કરતાં હતાં. તે પહેલાં તમે જઈ આવ્યા.

 

બાબુભાઈ (અનુપ) ભાનુબેનનાં લગ્ન થઈ ગયાનાં સમાચાર મળ્યાં હશે. તેમને marriage પણ થઈ ગયા છે. તે તમને યાદ કરતાં હતાં. રમણભાઈ મજામાં છે. યાદ કરતાં હતાં. મારી exam ભણવાની માર્ચના છેલ્લાં અઠવાડિયામાં થશે.

મારું સરનામું નીચે છે. પત્ર લખવાની કોશિષ કરશોને કે મને પણ ભૂલી ગયા.

પત્ર જરૂર લખશો. ફરી કહેવું નહિ પડેને! ભાઈનો પત્ર હતો કે તું પટ્ટુને પત્ર કેમ નથી લખતો! બહુ ફરીયાદ કરતો હતો. હવે મારે ફરીયાદ કરવા જેવું બને.

લી. જગદીશના રામરામ

To, Jagdish H. Parekh. Podar college Hostels Koliwada (Sion) BOMBAY-22.

 

Jagdish H. Parekh. Podar College Hostels Koliwada (Sion) BOMBAY-22 (India)

 






No comments:

Post a Comment