શ્રી
ચંદ્ર ચુનીલાલ પારેખ, ૧૩૧, સ્ક્વેર હોસ્ટેલ,
વલ્લભવિદ્યાનગર. (Via: આણંદ.)
[ ૧૦,
વલ્લભ છાત્રાલય. ] ૨૭-૬-૫૨
પ્રિયભાઈ ચંદુ, આણંદ.
૨૧મી
તારીખનું લખેલું તારું પત્ર મને ગયા
શનિવારે મળ્યું. તેમાં લખ્યા મુજબ રવિવારે તારી
ઘણી જ રાહ જોઈ
પણ છેવટે નિરાશ જ થવું પડ્યું!
હું પણ અહીં તા.
૧૫મી એ જ આવી
ગયેલો. કોલેજ ૧૮મીથી બરોબર શરૂ થઈ ગઈ
છે. અમારે બી. એસ. સી.
માં તો શનિ-રવિ
બંને રજા જ હોય
છે માટે હવે તું
આવતા શનિ-રવિ માં
અહીં ચોક્કસ આવ. શનિવારે કોલેજ
ન હોય તો અહીં
શનિવારે સવારનાં જ આવજે. નહિ
તો પછી શનિવારે સાંજ
નાં તો જરૂર જ.
અહીં ઘણી મજા પડશે.
હવે
તો ત્યાં બરોબર ફાવી ગયું હશે.
કોલેજ પણ હવે તો
રેગ્યુલર ચાલતી હશે. ત્યાં આપણું
કેમ છે? નાનુ રાજકોટ
ગયો છે
એમ
ત્યાં નાં આશ્રમ નાં
મહારાજ નું મુંબઈ કાગળ
હતો.
કી+
ત્યારે, હવે આ શનિ-રવિમાં જરૂર આવ જે.
અમારી બસ હમણાં બગડી
ગઈ છે એટલે આણંદ
સ્ટેશન ને ન આવતાં
અહીં મોગરીથી સીધું ત્યાં થી ચાલતાં જ
આવવું. વિદ્યાનગરથી રેલ્વે લાઈન વાળા ને
રસ્તે અહીં અવાશે. એ
ટૂંકો રસ્તો છે. ③ નં. નાં રેલ્વે
ફાટક પાસે જમણા હાથ
તરફ વળી જવું. ત્યાંથી
પછી ડામરનો રસ્તો છે. મારા રૂમનો
નં. ૧૦ છે.
— મસ્તાન



No comments:
Post a Comment