To, Hemendra C. Parekh 1008 W.
Illinois, URBANA (Illi) U.S.A.
તા.
૨૦-૪-૫૬ આણંદ
પ્રિય
બટુકભાઈ, મોટાભાભી થોડોવખત પર્યંત ભાઈનો પત્ર હતો. તેમાં
લખતા હતા કે "બટુકભાઈનો
પત્ર છે. તેથી હું
(હું) બટુકભાઈને પત્ર નથી લખતો
એવી ફરિયાદ છે." પરંતુ પત્રમાં તમને શું લખવું
અને શું ન લખવું
એ એક મોટો Problem છે.
મારી પરીક્ષા પુરી થઈ ગઈ
છે. અને હું સેકન્ડ
કલાસ પાસ થયો છું.
અલ્પસામાં ખાસ Progress નથી કર્યો. પરંતુ
ધીરે ધીરે પ્રગતિના પંથે
દોડું છું. પૂ. કાકાબાપા
તથા ભાભી પપ્પાના અહિંયા
આવ્યા માટે રવાના થવાના
હતા પરંતુ ત્યાર પછી કાંઈ ખબર
નથી. પરીક્ષા પછી હું રાજકોટ
તથા વાડીયા ગયો હતો. નનુભાઈની
પરીક્ષા પુરી થવા આવી
છે. પૂ. ભોગીલાલ તથા
ચંદાબેન પડાણા આવેલ છે. ત્યાં
સર્વેની તબિયત સારી હશે, ત્યાંના
મકાન બતાવશો. ત્યાંના સિક્કા (ડોલર) બની શકે તો
જરૂર મોકલજો પત્ર લખવાની તસ્દી
નવરાશ મળે તો જ
લખશો, બાકી ખાસ નવલ
નથી. પત્રની રાહ ક્યારે જોયું?
— લિ. આશીર્વાદના વંદન
બટુકભાઈ,
નમસ્તે. તમારા હસ્તાક્ષર વાંચવા મળેલા. પત્ર વાંચી આનંદ
તો થશે જ. હમણાં
તમારો પત્ર અહીં નથી
તો ફુરસદે લખશો. અહીં બધા ખુશી
મજામાં છે. તમને ત્યાં
ફાવી ગયું હશે.
મારી
S.S.C.E પતી ગઈ છે. પેપરો
સારા ગયા છે. અશ્વિન
બેબીની EXAM પતી ગઈ છે.
તેઓને યાદ કરો છો
કે નહીં? ત્યાં જઈને શરીરમાં કંઈ
સુધારો વધારો કર્યો કે એવું જ
સુકલકડી જ રહ્યું છે?
‘સાહેબ’ બનીને ક્યારે પાછા ફરવું છે?
અમારે તમને કયા ડ્રેસ
(DRESS) માં જોવાના છે. અચ્છા, બીજું
કંઈ નવીન નથી. નવીન
તો તમારે જ લખવાનું હોય.
ત્યાંની ‘મેડમ’ લાવવાનો વિચાર હોય તો અગાઉ
પૂરતું જણાવશો. પત્ર લખશો. એજ
લિ. ભાઈ કિશોરના જયવીર
...
આણંદ, તા. ૨૦-૪-૫૬
પ્રિય
બટુકભાઈ, સ્નેહળ સ્મરણ, કુશળ હશો, કુશળ
છું. આપનો પત્ર એક
આવ્યો હતો. લખવાનો વિચાર
તો હતો જ પણ
રહી ગયો! શું ક્યારે
પરીક્ષા છે? મારી Exam પતી
થઈ ગઈ છે. પેપર્સ
ઠીક ગયા છે, બહુ
સારા તો નહીં જ
ગયા. આ વર્ષે ભણવાનું
પણ ખૂબ કર્યું છે.
પરંતુ પરીક્ષામાં તેવો પરચો બતાવ્યો
છે. વર્ષ બહુ શોર્ટ
લાગ્યું છે. કંટાળી ખૂબ
ગયા છીએ. માંડ છુટ્યા
એમ થાય છે. ટૂંક
સમયમાં પ્રેક્ટીકલ બાકી છે. તા.
૨૯ ના પૂરા થશે
— તા. ૨૭-૪-૫૬
ના મારા મોટાભાઈ અનુભાઈ
નું લગ્ન છે. સગપણ
સમાચાર મળ્યા કે નહીં? ના
મળ્યા હોય તો આપું
છું કે તેમનું સગપણ
ધોરાજી નિવાસી રાજકોટમાં રહેતા છોટાલાલભાઈનું દીકરી વેરે કર્યું છે
— લગ્ન માં છે — એટલે
આ વેકેશનના કાર્યક્રમ નક્કી છે — મારું result ૧૫
મી જુલાઈએ છે, ત્યાં ના
તપાસ, ત્યાંજી બાજી માજી ડ્રોપનું
વહાન આપશો. શી શી લહેર
કરો છો. ત્યાં કેવી
મજા પડે છે તે
લખશો — પત્ર લખશો. પણ
બહુ મોડો આપું છું
— પરીક્ષામાં આપણું ધોયેલું પણ ૨-૩
સવાલ લખવાના રહી જ ગયા
છે — લગભગ બધા જ
પેપર્સમાં. એટલે જ Exam સારી
નહીં ગઈ એમ કહી
શકું — બસ — મારી ઈચ્છા
કંઈ તમારો અમૂલ્ય સમય ન બગાડવાનો
છે. પ્રિયભાઈ બટુક, પ્રવીણનાં સ્મરણ —
મારા
તરફથી પત્ર નથી તો
જરૂરથી કોઈ વાર આણંદને
યાદ કરી પત્ર લખશો,
અહીંતો બધા મજા માં
છે. તારી તબિયત સારી
હશે. તેને ત્યાં ફાવી
ગયું હશે. પૂ. કાકા
વગેરે ત્યાંથી રવાના થઈ કલકત્તા આવી
ગયા હશે અને બેંગલોર
તરફ જવાના ...
પ્રિય
બટુકભાઈ, ધરાવતો પત્ર સુધીમાં જે
તમારો પત્ર ધરાવનારથી પત્રવ્યવહારના
નિયમો તમારા અભ્યાસ પુરો થવા આવેલો
હશે. પણ ત્યાં નીચેના
સરનામે તપાસો જો— Bulleting to Residency. તથા Internship નામે માગેલો નવો
ચોપડો સર Air Mail થી પહેલા મોકલેલ
તેમ માંગેલો મારા નામથી લખશો
અને સરનામું તમારું દેશો અગર Direct લખાયેલો
ઉત્તર Ordinary mail થી આપજો મારે
તમોને લખવું છે.
To The Secretary, American
Medical Association Council on medical education & Hospitals. 535 North
Dearborn Street Chicago 10 Illinois
તમારી
તબિયત સારી હશે. પત્રવ્યવહાર
મોડી મળતી મારે આવવાનું
હતું ન થાય પત્રવ્યવહારથી
મળતા આનંદ. આથી જલ્દી પડાણા
રાજકોટ જઈ ને આશરો
આપી ગયેલી, ચંદાબેન ભોગીલાલ આવ્યા છે. ડેરામાં બાબુભાઈના
સન તા-૧૧-૫-૫૬ ના છે.
શલ્યા વેકેશન છે; તેથી બધા
વેગ પાસ્તર બાંધ્યો છે. તારા જેમ
હું તો ભૂલી ગયો
હશે તેમ ગણીશ. ફેબ્રુઆરી
મળતી નથી. પરંતુ કંઈ
કામ હોયતો લખજે. પાપાનું કેવું ચાલે છે, તે
પણ કાગળ માં લખજો.
જયગોપાલ — લી. તરફથી પૂજ્ય
ચીમનલાલ.
Dr. Ramniklal R. Doshi Eye
clinic, Station Road, ANAND (India)





No comments:
Post a Comment