Hemendra C. Parekh B.E.
~~1008 W. ILLINOIS~~ ~~URBANA
(Ill.)~~ ~~U.S.A.~~
4835, S-Martindale Detroit, 4
Michigan
153A, Gandhi Bhuvan Ghodbunder
Road Vileparle B’bay 24 D. 9-6-56
પ્રિય
ભાઈ હેમેન્દ્ર, તારું લગ્નનું કાર્ડ મળ્યું અને પત્રમાં લખેલ
કવિતા પણ મળી. તું
ફાઇન છે એ જાણી
સંતોષ થયો. પત્રનો જવાબ
તો તુરત જ લખ્યો
હોત પણ શાસ્ત્રીએ મારું
રીઝલ્ટ આવે એટલે જવાબ
માટે લખ્યો છે. રીઝલ્ટમાં તો
ઓકટોબરમાં આણંદની મુલાકાત લેવાનું નક્કી થયું છે. છ
મહિના વધારે થોભવું પડશે.
બીજું
મારા પુ. પિતાશ્રીને લગ્નના
બીજે દિવસે Heart attack આવેલ એટલે તેમની
પાસે જ રહેવું પડે
છે એટલે વખત મળતો
નથી.
હું
લગ્નમાં ન આવી શક્યો
તે સમજી શકાય તેમ
છે. તારી ખોટ ખુબ
સાલી હતી અને આનંદના
પત્રો મોડા પણ મોડે
જ આવેલ (નહીં) એટલે વધારે લાગ્યું.
તારા ભાભી મજામાં છે
અને આજે સવારના તેનું
Result આવી ગયું છે. તે
B.A. માં II class માં પાસ થયેલ
છે. તને ફોટાઓ મોકલવા
માટે વચન આપેલ પણ
મોકલ્યા નથી એટલે એમ
લાગશે કે હું ભૂલી
ગયો
હોઈશ
પણ તેવું નથી. લગ્ન પછીના
ફોટાઓ પડાવ્યા છે પણ હજુ
આવ્યા નથી એટલે આવતા
પત્રમાં જરૂર મોકલીશ. આચાર્ય
લગ્ન થવા તેને ગામ
ગયો છે તે હજુ
આવ્યો નથી પણ હવે
એક બે દિવસમાં આવી
જશે.
વિગતવાર
પત્ર શા માટે લખવાનો
છે અને તારે શાની
વિગતો જોઈએ છે તે
લખજે એટલે વિગતવાર લખીશ.
અત્યાર સુધીના લગ્ન પછીના મારા
અનુભવ પરથી લાગે છે
કે તારા ભાભીથી પુરેપુરો
સંતોષ પામેલ છું અને આગળ
ઉપર પણ તેના તરફથી
મને પૂરો સહકાર મળશે
તેમ લાગે છે. બાકી
તો એક બીજાને અનુકુળ
થઈને રહેવું એમ જ જીવનની
સફળતા રહેલી છે. બધા મિત્રો
તને યાદ કરે છે,
પત્રનો જવાબ લખજે.
લી.
પરીમલના જય ભારત
P. S. Chitalia
153 A, Gandhi Bhuvan,
Ghodbunder Road,
Vile parle
B'bay 24
INDIA.




No comments:
Post a Comment