Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 7 February 2017

JYOTI BEN - 25/03/1958

To, Hemen C. Parekh 1338,

Ohio Lawrence, Kansas U.S.A.

 

તા- ૨૫મી માર્ચ મંગળવાર

બટુકભાઈ, તમારો ૧૨મી તારીખનો લખેલ કાગળ કાલે કોર્ટથી અહીં પહોંચી ગયો છે. પૂ. બાપુજી પરમદિવસ સવારે જકોટ ગયા છે એટલે એમણે તમારો કાગળ હજી નથી વાંચ્યો. મનુભાઈ ભાવનગરથી પરમદિવસે આવ્યા હતા. કાલે રાજકોટ કામ હોવાથી મોટાભાઈએ તેડાવેલ એટલે ગયા છે. નાનાભાઈ હજી પણ જેતપુર ગયા છેત્યાંથી થોડા દિવસોમાં અહીં આવશે. કલકત્તાથી હજી કોઈનો કાગળ નથી. રાજકોટથી મંજુબેનનો કાગળ હતોહસમુખભાઈની બદલી જેતપુર થઈ છે તેથી લોકો ૧લી તારીખે ત્યાં જશે. ચંદાબેનને અહીં તેડાવવા લખ્યું છેતમે મુંબઈ આવો દરમ્યાન પણ ત્યાં આવી જાય તો સારુંપરંતુ હજી કંઈ નક્કી નથી. તમે પણ થી નીકળતા પહેલા એકાદ કાગળ જરૂર ત્યાં લખજો. ફી final oral પતી ગઈ હશે કાગળ મળશે ત્યારે તો કદાચ તમને M.S. ની ડિગ્રી મળી ગઈ હશે એમ માનું છું. રાજકોટ દિનેશની પરીક્ષા આપણી પતી જશેએટલે ત્યારબાદ અહીં આવશે. તેના પેપરો સરસ ગયા છે એમ મોટાભાઈના કાગળમાં હતું. કૂબા વિ. સૌ લક્ષ્મીની સ્ટીમરમાં રવાના થશે. પોરબંદર સુધી રાજકોટથી કોઈ મૂકવા જશે. તમે પણ કાંઈ ૧૦મી ની આસપાસ રવાના થશો જાણી આનંદ. અહીં પહોંચતા કદાચ ૧૧-૧૨ માર્ચ થઈ જશે એમ માનું છું. સુખલાલભાઈ હજી ન્યૂયોર્ક છેઅને વીરાવાળા તો મુંબઈ આવી ગયા છે એવા સમાચાર સાંભળ્યા છે. નરેશ શું જર્મનીમાં study કરે છે? મારો હજી સુધી એવો ખ્યાલ...

 

જાય તો સારું. પાડોશમાં એટલે કે તમારે ત્યાં ગયા છે સૌ લઈ ગયા છે તરત મુંબઈથી પાછા... [landlady...]

 

હતો કે ગ્લાસગોમાં છે અને જગદીશ જર્મનીમાં છે. બંને જણા હજી ત્યાં રોકાયેલા હશે. વખતે નરેશ મુંબઈ નથી એટલે ત્યાં કોને ઘરે ઉતરવાનો વિચાર છે લખશો. મોં. ભાભી વેકેશનમાં મુંબઈ જવાના છે. તમે ગયા ત્યારે પણ પહોંચી ગયા હતા અને હવે તમે આવો છો ત્યારે પણ પહોંચી જશે. તો ધાર્યું ત્યારે તમે ત્યાં જઈ શકો છેપરંતુ અત્યારે જ્યારે તમે આવો છો ત્યારે અહીંથી હું કે નાનાભાઈ મુંબઈ સુધી આવવાનો માત્ર વિચાર કરી બેસી રહીએ એવું છે. કદાચ મોટાભાઈ પણ મુંબઈ જશે એટલે લોકો તમને શામળદાસ (ઝારકિયાને ઘેર) ઉતરવાનો આગ્રહ રાખશે. પરંતુ હું ઈચ્છું છું કે તમે ત્યાં ઉતરો વધુ સારું છે. વિશેષ લખવાનું મન છે પણ નથી લખતીતમે તો લોકોના વર્તન વિશે જાણો છો. એટલે તો સૌ તમે આવશો ત્યારે સારા થવા પ્રયત્ન કરશે એનો રાખજો. કોઈની શબ્દજાળથી છેતરાઈને આકર્ષાવું યુગની મોટામાં મોટી મૂર્ખાઈ છે. ઘણા મહિનાથી તમને એક જુદો કાગળ લખવાનો વિચાર કરતી હતી પણ એમ થયું કે તમારો અભ્યાસ પૂરો થાય ત્યારે લખવો અને હવે જ્યારે તમે આવવાના છો ત્યારે બધી હકીકત લખું છું જેથી તમને પણ ભવિષ્યનો વિચાર કરવાનો વખત મળે. બાપુજીનું તથા મોટાભાઈનું તો મન એવું છે કે તમે આવીને આપણી ઓફિસમાં જોડાઈ જાવ તો સારુંપણ મારું તથા બાનું તો એવો વિચાર છે કે તમે ભવિષ્યમાં ગમે તે સ્થળે જુદું કાર્યક્ષેત્ર જો શોધી લો તો વધારે સારું. કારણકે આટલા વર્ષો વીત્યા છતાં પણ એક જે પ્રશ્નો સાચી રીતે ઉકેલાયા નથી એમાં જો તમે ઓફિસમાં જોડાવ તો એકાદ નવો કોયડો જરૂર ઉભો થશે યાદ રાખજો. આજ સુધી જે આપણા ઘરનું વાતાવરણ બગડ્યું છે માત્ર બાપુજીની મોટાભાઈ-ભાભી પ્રત્યેની ઉદારતાને કારણે થયું છે હજી પણ થયા કરશે

 

કારણકે જ્યારે કહેવા જેવું હતું ત્યારે એકરાવ પણ બોલ્યા નથી અને હવે તો જરાપણ નહિ બોલી શકાય અને કારણે બાએ તથા બીજા સૌએ ખૂબ સહન કર્યું. વિશેષ તો બાએ કર્યું અને હજી પણ કરી રહ્યા છે. ભાનુભાઈનું વલણ પણ વિચિત્ર થઈ ગયું છે પણ સમજાતું નથી. ઘરમાં આપણે આટલા બધા છીએ પરંતુ સૌ અમે અહીંથી રાજકોટ જઈએ ત્યારે ભારરૂપ ભીંત કેમ હોય એવું સતત લાગ્યા કરે. ભાભીને પોતે મોટા હોવા કારણે કેવી જવાબદારી હોય એનો હજી ખ્યાલ આવતો નથી. બહારની કોઈપણ વ્યક્તિ માટે ઘણું કરશે પણ ઘરની કોઈ વ્યક્તિ માટે કરવાનો ઉત્સાહ ક્યાં ચાલ્યો જાય છે સમજાતું નથી. ભાનુભાઈને પણ કંઈ વ્યવહારિક ખબર પડતી નથી. માત્ર ઘરના સભ્યો પૂરતી છેક અહીંથી કલકત્તા સુધી ગયા તોપણ શૈલેષ માટે કોઈ પણ ચીજ લેતા ગયા કે તો ત્યાંથી કંઈ અપાવ્યું. અત્યારે આટલી બહેનો વચ્ચે ભાભી તો એક છે ને! બહેનો તો આપણા માટે જેટલું કરે છે કોઈ દિવસ નહિ ભુલાય. એનું આપણી પાસે કંઈ લેણું નથી પરંતુ આપણું એની પાસે લેણું હોય એવું લાગ્યા કરે છે. અનુભાઈ ભાભીને ઘણું કરવાનું મન થાય પણ અત્યારે એના હાથમાં સત્તા નથી. બીજું, ત્યાંથી બાળકો માટે લાવવાની બાબતમાં હું એવું સૂચન કરું છું કે બધા માટે એકસરખી વસ્તુ લાવજો જેથી કોઈને પણ મનદુઃખ થવાનું કારણ રહે. જરાપણ ફેર કરશો નહિ અને કપડાં તો લેતા કારણકે એવું તો અહીં મળી રહેશે. નહિતર રખડશે લોકો. બીજું, અમારા કોઈ માટે કંઈ પણ લાવશો પરંતુ એક દિનેશ માટે કોઈ સારી ચીજ અને ઉપયોગી બને એવીકપડાં સિવાયનીલાવજો કારણકે સૌથી નાનો ભાઈ છે અને એને માટે ભાઈઓ કંઈ બહુ ખબર પડતી નથી. જો માગીએ તો કંઈ પણ લેવાની મોટાભાઈ ના નથી પાડતાએમની રીતની ઉદારતા ઘણી છે.

 

કાગળમાં આવી બાબતનો ઉલ્લેખ કરતા.

 

Jyoti Parekh Vadia

(via Saurashtra) India

 







No comments:

Post a Comment