શ્રી
હેમેન્દ્ર સી. પારેખ રૂમ
નં. B-53, એન્જીનિયરિંગ હોસ્ટેલ, P.O. VIDHYANAGAR.
Via. ANAND. [GUJARAT]
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
ભાઈ
રસિકભાઈ ના એરલેટર સુધી
તારો પત્ર વાંચેલો. તેનો
જવાબ લખવામાં ઘણી ઢીલ થઈ
ગયેલી તે દરમ્યાનમાં નો
તારા તરફથી બીજો એર લેટર
તા. ૧૬/૭ નો
મળ્યો વાંચી ચિંતા ભણી—
પૂ.
કાકીને સારૂ થઈ ગયું
તે જાણ્યું. તેઓ ત્યાંથી સીધા
જુનાગઢ જ ગયા હશે.
ત્યાં જ રહેવાના છે
કે આ વખતે બીજે
ક્યાંક ફેરવવાના છે તે તને
ખબર નહિ હોય. રસિકભાઈ
તરફથી ટૂંકો પત્ર નથી—
પૂ.
ફૂઆની સૌની પ્રત્યે ઘણી
લાગણી છે. તેમને તું
નિયમિત પત્રો લખતો રહેજે— અને
તારો પ્રોગ્રેસ જણાવતો રહેજે— તેમના તરફથી રૂા. ૧૫૦/- આપ્યા
તે જાણ્યું— અને તેમાંથી ચાલુ
ટર્મ નીકળી જશે— એ જાણ્યું—
જરૂર પુરતાં જ તેમની પાસેથી
મંગાવવા— સ્કોલરશીપ વિશેની વિગત જાણી. થઈ
જાય તો સારૂં.
તને
૫૩% માર્ક્સ મળ્યા વાંચી આનંદ થયો. મોટે
ભાગે તો તારા એક
પછી એક વર્ષા અઘરાં
જ
આવવાના
અને તેને પસાર કરવા
માટે તારે ખૂબ તૈયાર
રહેવું પડશે — નાહિંમત કદાપિ પણ થઈશ નહિં--
Eng. Line પૂરી કર્યે જ છૂટકો રહેશે|—
મેં
એવું કઈ લાઈન લેવી
તે નક્કી નથી કર્યું — અમૃતલાલ
ભાઈ હેરાંથી આવી ગયા પછી
છેવટનો નિર્ણય લઈશ — બે ચાર મહિનામાં
તો જરૂર ક્યાંક સેટલ
થઈ જઈશ — વચમાં સિંગાપોર જવાનો વિચાર કરેલ અને તે
માટે ચો ભાઈ મારફત
પ્રયત્ન કરેલ પરંતુ તેનું
હજી કંઈ પરિણામ આવ્યું
નથી — અને હવે તે
નક્કી થાય તો પણ
નકામું છે — કારણ કે
ભુંસાઈ પછી India Govt - નવા માણસોને ત્યાં
જવા દેવા ઈચ્છતી નથી
— એટલે હવે તો અહિંજ
સેટલ થવાનું રહેશે—
ભાઈ
ભરતનો સ્વીડન થી લખેલો પત્ર
મિલાપ માં વાંચ્યો — ત્યાંનું
વર્ણન તેણે ઘણું સારૂં
કર્યું છે — તેને આ
સારો chance મળી ગયો — ભાઈ
નાનકા નું શું ખબર
છે? તે અમદાવાદ છે
કે ક્યાં છે?
ભાઈ
વિરેન્દ્રનો ઘણા દિવસ પહેલાં
રાજકોટ થી p.c. હતું — પરંતુ હજી તેને પણ
ક્યાંય નક્કી નથી થઈ શક્યો,
તેનો પ્રોગ્રેસ પણ સારો ચાલે
છે —
અહિંના
તોફાનો આપણા વિસ્તારમાં નથી
— અને જ્યાં ચાલે છે ત્યાં
તે રોજીંદા કાર્યક્રમ જેવા થઈ ગયા
છે — માણસો બદ્ધા ટેવાઈ ગયા છે —, અને
આ બધા તોફાનો કંઈ
લાંબા માધ્યમના નથી —
ગઈ
કાલે હું, ભોગીભાઈ ચંદુબેન
સૌ હિન્દુસ્તાન મોટર્સ નું કારખાનું જોવા
ગયેલા — આ ફર્સ્ટ ગ્રેડનું
છે — હાલમાં તો તેઓએ production ઘણું
ઓછું કરી નાખ્યું છે
— ઘણા ખરા મશીનો બંધ
પડ્યા હતા — એટલે કારખાના ની
જે જાતની Impression આપણી ઉપર પડવી
જોઈએ તે ન પડી
— તેમ કારખાનું પણ બહુ જ
upto-date ન ગણાય — હાલમાં રોજની ફક્ત ૧૫ Studebaker મોટરો
તૈયાર થાય છે — Assembly નું
કામ જ મુખ્ય થાય
છે — Manufac. નું કામ બહુ
જ ઓછું —
તારી
તબીયત સારી હશે — ડૉ.
રસિકભાઈ તથા ભાભુબેનને સ્મરણ
—
લી
— અરવિંદ પારેખના જયભારત
ARVIND C. PAREKH, 203/1, Harrison
Road, Calcutta. 7





No comments:
Post a Comment