Himantry C. Parikh Suray Para,
Near P.O. Wadia (Saurashtra)
પ્રિય
ભાઇશ્રી હેમેન્દ્ર,
આ
સાથે તમને લખેલું અને
પરીક્ષાની ધમાલમાં રહી ગયેલું પોસ્ટ-કાર્ડ બીડું છું. તમે તો
ભાઇ અજબ માયા લગાડી
છે. સ્વપ્નો મુંબઇ આવી મળી ગયા.
હવે ખાંડ ક્યારે આપો
છો? મળવા માટે દિલ
દહાડે દહાડે જોર પકડતું જાય
છે. ચાલ્યા નથી મારત્યે હો!
સત્ય લખું છું.
પેપર્સમાં
ગુજરાતી - ઇંગ્લીશ તથા મેથ્સના સારા
ગયા છે. બાકી 'કેમેસ્ટ્રી'
માં રાય વાગવાથી 'confuse' થયું તેથી
ફિઝીક્સ નું પેપર દીધા
વગર ચાલ્યો આવ્યો. આ સિદ્ધાંત છે
- એકંદર મને પોતાને ધરપત
તો છે જ. સેકન્ડ
ક્લાસ પાસ થવું છે.
અત્યારે 'co-ordinate' ના 'Extra classes' ચાલે છે. રવિવાર
સુધી ચાલશે. 'circle' પૂરી કરી
બંધ
થશે. બાકી ખાસ નવા
વર્ષે તમે ખૂબ લાંબો
પત્ર (ઉત્તર) લખશો જેથી વાગોળતા
થાકું નહિ. 'સાહિત્ય પ્રવૃત્તિ' કૃતિ હોય તો
જરૂર મોકલશો. આનંદ થશે. બાકી
બધાને જરૂર સંભળાવશો. પત્ર
તુરત લખશો.
યો
જ હે: હિમેન્દ્રના સ્નેહ
સંસ્મરણો



No comments:
Post a Comment