Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 13 February 2017

BOTADRA - 08/04/1952

To, Hemendra Chunibhai Parikh Room No. 86. Square Hostel Vidya Nagar Anand.

 

પ્રિય ભાઈશ્રી,

જરાય ખોટું લગાડશો. તમારો કે મારો કોઈનો રતી માત્ર પણ દોષ નથી. એકાદ મહિના પહેલાં તમને જરા ખખડાવીને પત્ર લખેલ તે તમને મળ્યો હોય તેમ લાગ્યું નહિ. મેં પત્ર પોસ્ટ કર્યો તે દિવસે તમારો પત્ર મળેલ. ખેર જે થયું તે ખરું. કાલે પત્ર લખવા બેઠો તો પેન ફૂટી અને લખ્યો ત્યાં તો આજે તમારો પત્ર મળ્યો. તમારી ત્યાં મારી એકબીજાને મળવાની લાગણી તીવ્ર બનતી જાય છે પણ જેમ જેમ તે તીવ્ર બને છે તેમ સંજોગો પ્રતિકૂળ બનતાં જાય છે. કારણ મેં હવે અત્યારથી છોડી નોકરી કરવાનું નક્કી કર્યું હોવાથી દેશમાં આવવાનો નથી! ખેર. વધારે લાંબા સમયે મળશું તો મળશું ત્યારે વધારે સુખ થશે. મારાં પેપર્સ તો સારાં ગયાં છે નહિતર કે 'મેટ્રિક'. 'મેટ્રિક'માં સો માર્કસ ત્યાં હતા તે સહેલાઈથી આવી જશે એવા ફાંફામાં રહેવાથી હવે પંદરેક માર્કસ ઘટવાની વકી છે. માણસનો 'અહમ્' તેનું પતન કેમ કરે છે તે હવે જોવા મળશે. મને એમજ હતું કે હું તો

 

નાપાસ થયો નથી અને થઈશ નહિ. ખેર! હવે ૧૫મી અને શુક્રવાર બપોરે ૧૨ વાગ્યે ખબર પડશે. બાકીના પેપર્સમાં ૪૫ ટકા માર્કસની આશા છે. એટલે કદાચ પાંચ માર્કસ 'કોન્ડોન' માં મળે. હવે તો જોવાનું રહ્યું. પ્રેક્ટીકલ ૧૧ તથા ૧૨મી ના રોજ છે. ફીઝીકલ ગોડર ખરો. કેમેસ્ટ્રીમાં મધ્ધમ જેવો ફાંફો છે. મારી ભાષા તો સમજાય છે ને? બે વર્ષ સાચું રહ્યો પણ શુદ્ધ કાઠીયાવાડી છોડી શકતો નથી. મિત્ર મંડળ માંથી ટકોર ઘણી થાય છે.

રતલ વજન ગુમાવ્યું. હવે પાછું મેળવવાનું રહ્યું. વજન ખાલી ૧૧૬ રતલ છે. દેશમાંથી આવ્યો ત્યારે ૧૨૩ હતું. પરીક્ષા વખતે ૧૧૭, ૧૧૬.

તમારી તબિયત તો બિલકુલ સારી હશે. નવરાશમાં મેં તો ચશ્માં પણ લીધાં. નહિ કે 'Personality' પાડવા. પણ ડાબીના નંબર -. તથા જમણીના - . હતા તેથી. ફ્રેમ વાપરવા જેવી છે.

 

રૂા. ૨૭ આપ્યા

તમો આંહિ આવો? B.Sc થઈ શું કરશો? તમે ધાર્યું છે શું? હજી રોતવાનો સમય છે. આંહિ આવો તો નિરાંતે દિલ ખોલી વાતો થાય. આંહિ આવો આપણા બંને સર્વિસ ગોતીએ અને એકડે એકથી શરૂ કરીએ એટલે કે 'F.Y. Arts' માં દાખલ થઈએ ઇંગ્લીશ અને સંસ્કૃત રાખીએ.

વિચાર કરી જોજો. પછી મરજી. આજ કાલ B.Sc તો સૌ થાય છે. B.Sc. Tec. થાય તો ઠીક છે. બાકી તો કાંઈ અર્થ નથી. એકવાર આંહિ આવો તો મજા આવે.

ધિરેન્દ્રને યાદી. સૌરાષ્ટ્ર જાય ત્યારે તેને મારા વતી પણ નમન કરજો. (સૌરાષ્ટ્ર ને). પત્ર જરૂર લખશો. એજ જ્ઞાન.

હિમતના સ્નેહસ્મરણ

 

Himat Botalia 2/21 Sharda Chawl, Lamington Rd. Topiwala Lane, Grant Rd. Bombay 7.

 






No comments:

Post a Comment