Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 13 February 2017

BOTADRA - 12/11/1956

BOMBAY 7, 10th NOV. 1950.

૨૦૦૭ ના કારતક સુદી . શુક્રવાર

પ્રિય ભાઈશ્રી હેમેન્દ્ર,

વાહ ભાઈ વાહ! આખા રાજકોટનું તંત્ર આટલી કુશળતાભરી તેમજ વ્યવસ્થાપૂર્વકની સમજણથી કે સત્તાથી? ચાલે છે તે જાણીને ખરેખર આશ્ચર્ય થાય તેવી અને લગભગ હોયતો 'ટાઇમ્સના ફ્રન્ટ પેઇજ' પર ખબર આપવા જેવી 'ઇફેક્ટ' છે.

નામદાર સરકાર તરફથી ૧૦ સપ્ટેમ્બરની તારીખનો સ્કૉલરશીપનો ધસીને ના પાડતો જવાબ મને નવેમ્બરે મળે છે. આપને લખેલા બે પત્રોનો જવાબ ક્યારે મળે છે તે તો પ્રભુ જાણી શકે એવી વાત છે? સરકારનો ૧૦ તારીખનો જવાબ પણ મેં ગયા માસના છેલ્લા અઠવાડિયામાં કરેલ અરજીના જવાબ રૂપે આવ્યો નહિ તો વળી ક્યારે આવત કોને ખબર છે!

કોઈ છે, એકવાર હિંદુઓ પાસેથી આવું કોઈ નવું વર્ષ આપશે ત્યારે સાયન્સ લઈ

 

 

બધો હિસાબ વ્યાજશીખે ચુકતે કરવાની ફરજ પાડીશું. તમે સાજનમાજનના સાથે રહોને? રખેને માની લો ,કારણ લખું છું લાલ શાહીથી અને વળી કોંગ્રેસ માબાપ વિરૂધ્ધ, તેથી એતલું છું કે એવું કાંઈ નથી તેની તમને મારા તરફથી જાણ થયા પછી ખાતરીની જરૂર હોય તેમ માનું છું.

આજથી શરૂ થતું વર્ષ આપને, આપના કુટુંબને, આપના દેશને અને આપણી દુનિયા તેમજ બ્રહ્માંડને અને તેમાં વસતા સર્વે જીવોને ખૂબ જાનદાનીપૂર્વકના (ડહાપણના નહિ) લાહોથી ભરપૂર નિવડો તેવી પ્રભુને પ્રાર્થના છે.

આપણી બોર્ડીંગના ખબર તમો જરા વખત લઈ અતેથી લખોતો જરા શાંતિ થાય. બોર્ડીંગ બંધ થવાની છે વાત સાંભળી અત્યંત દુઃખ થાય છે કારણ આપણે જાણીએ છીએ કે એવા કોઈ સાધન વગર વિદ્યાર્થીઓને ભણવાની કેટલી અગવડ પડે છે. પૈસાવાળા કેટલા બધા

 

હઠીલા અને દુરાગ્રહી હોય છે તેનો દાખલો છે. પ્રભુ નવા વર્ષમાં તેમને ભગવાનજીભાઈને ગૃહપતિ તરીકે લાવી બોર્ડીંગચાલુ કરવાતી તેમજ 'ગેરમાર્ગે' દોરેલ છાત્રોને પણ સાચી સદ્દબુધ્ધિ આપે તેવી આપણે સૌ જૂના વિદ્યાર્થીઓએ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરવી રહી.

આપના મિત્રમંડળને મારા નવા વર્ષના અભિ-નંદન પાઠવશો. મેં તમારા પત્રો તેમજ પરિચયનો મારા મિત્રોને ખ્યાલ આપી દીધો છે જેથી તેઓ તમને મળવા ઘણા ઉત્સુક છે. એક બહુ ભોળો, સરસ, ખાનદાન, પણ ગરીબ અને બ્રાહ્મણ મિત્ર મળ્યો છે. ખરેખર તમને એના પરિચયથી ખૂબ આનંદ થાય તેવું છે. હું લખવાખાતર નહિ પણ એક નગ્નસત્ય લખું છું કે મારામાં એના ગુણનું વર્ણન કરવાની શક્તિ નથી, જો કે કાંઈ છે નથી પરંતુ મારાથી કે... તો બહુ ચડીઆતો છે. તેવા સ્વાભાવિક આપણને સારો લાગશે વળી અત્યારે

 

મારા મન પ્રમાણે ખરા સમુદ્રમાં મોટા પાણીની વાડી જેવો છે કારણ હું એનાથી બહુ મોડો પડી ગયો હોઉં તેમ લાગ્યા કરે છે.

તમારા 'ફાઇન' ના તેમજ વેકેશનની પ્રવૃત્તિ ના તેમજ કોઈ કાવ્યની રચના કરી હોય તો તેની જાણ કરશો એવી આશા રાખી હક્ક અદા કરું ખરો? એવો કોઈ મત લઈશ ખરો? જરૂર જવાબ તુરત આપશો.

સ્નેહાધીન: હેમંતના નૂતન વર્ષાભિનંદન

 







No comments:

Post a Comment