To, Hemendra Parekh
C/o Naresh D. Shah
73 A Santi-sadan
Jain society.
Sion Bombay - 22.
૧લી
સારે / ૧૭૨
બટકુભાઈ,
આજે આણંદથી બાપુજીનો કાગળ છે કે
તમારું ૧લી એ જવાનું
કેન્સલ થયું એટલે ૪થી
પહેલાં તો આ કાગળ
મળી જશે એ અનુમાને
આજે લખીએ છીએ. ત્યાં
તમારું કામકાજ પતી ગયું હશે.
ડોક્ટરોનાં સર્ટિફિકેટ પણ આવી ગયા
હશે. અલ્કેશભાઈનાં બટુકનો કાગળ હતો કે
તમે સૌ લોકોને મળ્યા
હશો, માટુંગા, ઘાટકોપર વિ. બધે જઈ
આવ્યા હશો. આજે કલકત્તાથી
શ્રી ભોગીલાલનો કાગળ છે. અમૃતલાલ
તથા શૈલેષ નાતાનગરે ગયા છે. બેન
કલકત્તા જ... સંધાબહેનને તમારું
ત્યાંનું એડ્રેસ લખ્યું હતું, કાગળ તો કદાચ
નહિ જ લખ્યો હોય.
ત્યાંથી દરેક વસ્તુઓ લઈ
લીધી હશે. અહીં સૌની
તબિયત સારી છે. ત્યાં
તમારી તબિયત સારી હશે. હવે
તો અમેરિકા-
પહોંચ્યા
પછી જ કાગળ લખવાની
ફુરસદ મળશે. બેનનો કાગળ હતો કે
મોટાભાઈ પણ તમને મળવા
મુંબઈ જવાના છે. હજી અહીં
કંઈ ખબર નથી. ત્યાં
નરેશભાઈને ઘેર જ હશો.
સૌને યાદ. લી. જ્યોતિ.
Jyoti Parekh
Suraj Para
Vadia




No comments:
Post a Comment