नाम
Hemendra Parekh.
पता
28-B Engineering Hostel
डाकखाना
Vallabh vidhyanagar
ज़िला
Anand
તા
29.7.54
મંગળવાર
પ્રિય
ભાઈ હેમેન,
તને
તું ફર્સ્ટ ક્લાસ પાસ થયો તેના
અભિનંદનનો તારા જુના સરનામે
પત્ર લખેલ પણ તને
મળેલ લાગતો નથી.
પુ.
બેનને ત્યાં તુરતના સાત થઈને બાબો
આવ્યો એક દિવસ રહી
ગુજરી ગયો છે. હું
હમણાં પુ. બેનને ત્યાં
જ છું છેલ્લા દસ
દિવસથી. બેનની તબિયત એકદમ સારી છે.
તારે
તો છેલ્લું વર્ષ છે એટલે
ખુબ જ વાંચવાનું તથા
પ્રેક્ટીકલ રહેતું હશે.
હું
દિવાળીમાં આ તરફ આવવાનો
છું એ ખબર મળ્યા
પહેલા જ મેં તને
મારા આગલા પત્રમાં આમંત્રણ
આપી દીધેલ છે. તો જરુર
આવવાનું રાખજે. મારે જોવાનું તો
નોરતામાં જ હોય છે
પણ એ સમયે તમને
રજા મળે કે ન
મળે
પણ
તમે બધા જો એ
વખતે આવી શકો તો
બંગાળીઓનું મોટું પર્વ જોઈ શકો.
બીજા
શું ખબર છે? તાર
તરફથી ત્યાંથી કોઈ જ પત્ર
લખ્યો નથી.
ભાનુબેનને
ત્યાં બધા મજામાં હશે.
સૌને યાદી આપજે. અને
દેવી ઘરમાથ ક્યારે આવવાની છે એ વાતવાતમાં
પુછી લેજે.
પત્ર
લખજે.
જયાદીના
નમસ્કાર



No comments:
Post a Comment