To Hemendra C. Parekh.
B 30 Engineering Hostel P.O.
Vallabh Vidyanagar.
via Anand. Dist: Kaira
૨૪
. ૪ . ૫૪ શનિવાર
બટુકભાઈ,
ત્યાંથી અમે મુંબઈ સુખરૂપ
પહોંચી ગયા હતા. દાદર
જ્યોતિભાઈ આવ્યા હતા. રજનીભાઈ મળ્યા
હતા. તમને યાદ કર્યા
છે. મુંબઈ રીઝર્વેશન ત્રણ દિવસ પહેલા
કરાવવું પડે છે એટલે
અમે ત્યાંથી મંગળવારે સાંજે રવાના થયા હતા. અમારું
નસીબ ડબ્બો જૂનો મળ્યો કે
જેમા એક પણ પંખો
ન હતો. બીજે દિવસે
સવારથી ગરમીએ સારો પરચો બતાવી
દીધો. તે દિવસે તો
હેરાન થઈ ગયા. એટલું
ઓછું હશે તે સાંજે
લાઈટ પણ બંધ થઈ
ગઈ. બેટરીનાં અંજવાળે જમ્યા. આખી ટ્રેનમાં માત્ર
પાછળના બે ત્રણ ડબ્બામાંજ
લાઈટ હતી. ટ્રેન તો
જંગલોમાંથી પસાર થતી હતી
એમાં લાઈટ ન હોવાથી
બહારના અંધકાર ભર્યા જંગલોમાં ઓર વધારો થયો.
બેત્રણ વખત તો આડે...
રસ્તે
જ જંગલોની વચ્ચે ટ્રેનને થોભવું પડ્યું હતું. એટલે અહીં દોઢ
કલાક મોડા પહોંચ્યા. અહીં
આવ્યા પહેલા ચંદાબેનનું ઘર ફેરવાઈ ગયું
હતું એટલે સીધા નવા
ઘરે જ ગયા હતા.
હું હમણા અહીં જૈનનાં
ઘરે છું. ત્યાં તમારી
પરીક્ષા ચાલુ હશે. વડિયાથી
આજે મંજુબેનનો કાગળ છે. ત્યાં
પપ્પા આવવાના હશે. ભાનુબેનને ત્યાં
સૌને યાદી. કુરસદે જવાબ લખજો. લી.
જ્યોતિ
પ્રિય
ભાઈ બટુક, તારો પત્ર મળી
ગયો હતો, જવાબ લખવામાં
આળસને અંગે ઢીલ કરી
છે, તારી પરીક્ષા હવે
પતી ગઈ હશે. ભાનુબેન
ને ઘેર સૌ મઝામાં
હશે, આણંદ જા ત્યારે
યાદ કરવાનું કહેજો. તારી તબીયત સારી
હશે. હવે તુરતમાં વડીયા
જવાનો હોઈશ, કાગળ લખજે. અહિતો
ભુલ્ય ગરમી પડે છે.
લી. બેન



No comments:
Post a Comment