હેમેન્દ્રકુમાર
સુનીલાલ પારેખ મુ. પ્રદ્યુમ્નસિંહજી હોસ્ટેલ
રાજકોટ ધર્મેન્દ્ર રોડ Saurashtra
મુંબઈ
તા. ૨૭-૧૧-૫૦.
પ્રિય
ભાઈશ્રી હેમેન્દ્ર,
આપનો
પત્ર મળ્યો — કાંઈ સમજી શક્યો
નહિ! વ્યંગમાં લખેલ છે કે?
અચ્છા જે હોય તે!
મારા સરળ સ્વભાવને હું
બરાબર જાણું છું. ખરેખર આપનો
મારે આભાર માનવો જોઈએ.
તમારી જેવો મિત્ર મારા
સ્વભાવને (ક્રોધી કે ઉતાવળીયો) નિભાવી
મૈત્રી ટકાવી રાખી. ખેરા, એ વાત સંભારી
આપને દુઃખ થાય એવું
નહિ લખું. આપ હજુ પણ
મને આભારી કરતા રહેશો ને?
બદલો બનશે તો આપીશ.
ઘણું લખવાનું દિલ થાય છે
પણ આપ જાણો છો?
એક વખત મને કડવો
અનુભવ થયા પછી કોઈ
દિવસ, પ્રયત્ન કરવા છતાં, દિલ
ખોલી કોઈપણ વ્યક્તિને લખી કે કહી
શકતો નથી.
ખેર!,
આપની તબિયત સારી હશે? મારી
તબિયત સારી છે. કસરત
કરતા હશો? આપને જણાવવા
માટે લખું છું કે
જે 'સ્કોલરશીપ માટે ફોર્મ ટાઈમસર
ભરેલ, તેનો જવાબ તા.
૧૦ ઓક્ટોમ્બર
નો
૭ નવેમ્બરે મળ્યો! એતો અમારી લાયકાત
આભારી છે. તમારી હોશિયારીને
લીધે તમને સ્કોલરશીપ મળી
છે તેની અમારામાં આખીને
લીધે અમો નમ્ર એ
સ્વાભાવિક છે. ખાસ દુઃખની
વાત નથી વિરેન્દ્રને જરૂર
પત્ર લખવા કહેશો. મારા
મિત્રનું નામ અરવિંદ હરિશંકર
દવે છે તો પત્ર
લખવો હોય તો લખશો
ખરેખર! એ બહુજ બહુજ
ઉદાર દિલનો છે. હવે એક
બીજો પણ મિત્ર થાય
છે. એક પૈસાવાળાનો નબીરો
દોસ્તી થઈ ગયો પાછો
નવો.
લિ.
કું. પત્ર — હ: કુમાર



No comments:
Post a Comment