To,
नाम
Hemendra C. Parekh
पता
B. 30, Engineering Hostel.
डाकखाना
P.O. Vallabh Vidyanagar
ज़िला
ANAND. (Gujarat)
૧.૨.૬૯.
પ્રિય
ભાઈ હેમેન્દ્ર તારો પત્ર ઘણા
દિવસ પહેલા મળેલ. વચ્ચે હું દસ દિવસ
જુનાગઢ ગયેલ અને ત્યાંથી
મારા જેડાણી સાથે આવેલા તે
બે દિવસ રહી પાછા
ગયેલ છે. ને પછી
મારી તબીયત બતાવવામાં અને કઈક આળસમાં
જવાબ નથી લખી શકી.
તે પવાલી વિષે લખેલ તે
મળ્યું. સારીજ ઉપરથી તો ખાસ ખ્યાલ
નથી આવતો. જરા નાની હોય
એવું લાગે છે ને
દિવસે આપણે જોઈ હતી
ચોપડી અંદાજે છે કે નહીં
? બદલાવવાની કંઈ જરૂર નથી.
ઘર માટેની પણ ભલે રહી.
તારી તબીયત સારી હશે. અહીં
બધાં મઝામાં છે. વાડીમાં ઘઉં
ને દાણા બેઠા છે.
શાકમાં મુળા તથા પાપડી
ઉતરે છે. ઝવેરબા પણ
અહીં બેઠા છે. અ.
ભાઈ બે દિવસથી રાજકોટ
ગયા
છે. મો. ભાઈ ભાવનગર
ગયા છે. એટલે અ.
ભાઈ ત્રણ દિવસ પછી
આવશે. રણલા ભાઈ ટ્રેક્ટર
ચલાવે છે. મોંડવાની મોસમ
છે એટલે ઠીક ઠીક
ચાલે છે. તારે કંઈ
જોતું હોય તો મંગાવજે.
હું કદાચ આઠ દસ
દિવસ પછી અહીંથી નીકળવાની
છું. પત્ર લખજે. ભાનુબેનને
ત્યાં બધાને યાદી. તબીયતના ખબર લખજે. મંદાકીનીના
રામ.



No comments:
Post a Comment