To, Hemendra - C. Parikh 53,
Engineering Hostel P.O. Vallabh Vidyanagar via Anand.
મુંબઇ
તા. ૩૦-૬-૫૩.
પ્રિય
ભાઇશ્રી હેમેન્દ્ર, તમારો પત્ર મળ્યો વાંચી
ઘણીજ શાન્તિ— તમારો પત્ર વહેલો અગર
મોડો આવે તો પણ
મને કાંઈ તમારો દોષ
હોય એવું લાગે જ
નહિ, વહેલો આવે તો સારૂ
એમ દિલમાં રહ્યા કરે ખરૂં. હું
તો તમને પત્ર વખતસર
લખીશ. પણ હમણાં ન
લખ્યો તેનું કારણ બહુજ દુઃખદ
છે. તમને વાંચીને જાણે
વીજળી પડી તેમ થશે.
મારા પૂ. પિતા અચાનક
(હાર્ટ-ફેઇલ) અવસાનથી હું શું શું
નહિ એ કાંઈ જ
નક્કી કરી શકતો નથી.
તેઓ ૨૭મી મેની વહેલી
સવારે ત્રણ વાસી થયા
ત્યારે અમે બે ભાઇઓ
મંરિ હતા— ભાઇ લાલજી
મારી બહેનને તેડવા ગયો હતો તેથી
તે પણ તે દિવસેજ
બપોરના આવ્યા. ફક્ત મારા એડે
સીનુભાઇ, બા, અને દાદા
એ લોકોજ પાસે હતા. તેઓ
ફક્ત એટલુંજ બોલ્યા કે છાતીમાં દુખે
છે અને નાડ તુટે
છે માટે મારૂં શરીર
દાબો અને બે મીનીટમાં
જ ચાલ્યા ગયા. હેમેન્દ્ર, મને
શું થાય છે તે
કેમ લખું? શું કરું? પ્રભુ
એ શું ધાર્યું હશે?
ખેર! જેમ તેમ કરી
હિંમત રાખી રહ્યા છીએ.
મારા પૂ. પિતાશ્રીનો સ્વભાવ,
એની લાગણી, એની મીઠી
વાણી
એના બધા સંસ્મરણ નજર
સામે આવ્યા કરે છે. અને
રડવું સોચીને દબાઇ રહ્યા કરીએ
છીએ. મારી માટે તો
ફક્ત એ એક જ
આશરાનું મોટું સ્થાન હતું. ગમે તેવી ભૂલો
કરીએ પણ તેઓએ કદી
પણ ઉધાર દીલે માફી
જ આપી હોય. એમને
સર્વ લોકો સાથે એવો
મેપ હતો કે આપણે
હવે શું કરીએ. આપણા
કોઈ ઉપાય નથી.
તમારી
તબિયત સારી હશે? તમે
આ વર્ષ પસાર કરો
તેવી મારી ઇચ્છા છે.
રૂબરૂ ક્યારે મળીશું ઘણું થવાનું મન
છે પણ હવે પછી
ક્યારે પણ જરૂર લખશો.
છેલ્લા અંકે માસ્તર દેરામાં
હતી. હમણાં અંકે આવી ગયો
છું. દાસ અનુજ.
લિ:
હિમતલાલ પરસોતમદાસના પ્રણામ
Botadra 3/58 Sharda chawl
Topiwala Lane, Lamington Rd. Bombay 7




No comments:
Post a Comment