Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 February 2017

CHANDA BEN - 01/11/1956

પ્રિય ભાઈ હેમેન, તારા બંને પત્રો ફરતા ફરતા અહીં મળી ગયા છે. પત્ર લખવાનો વિચાર ઘણા સમયથી રહ્યાં કરીએ છીએ પણ હજુ સુધી તને પત્ર નથી લખી શક્યા તેનું દુઃખ થાય છે.

દૂર દૂર ગયેલા સ્વજનો ને પોતાના પ્રિયજનોના પત્રો કેટલો આનંદ આપે છે તો જેને અનુભવ હોય એજ સમજી શકે પણ બીજાના અનુભવોથી થોડીક કલ્પના જરૂર થઈ શકે. તને હવે ત્યાં બરાબર ફાવી ગયું હશે અને તબીયત પણ સારી રહેતી હશે. તારા મુસાફરીના તથા ત્યાં પહોંચ્યાના વર્ણનો વાંચીને એમ થયું કે જાણે પ્રત્યક્ષ જોતા હોય એમ લાગે. ક્યારેક ક્યારેક તે દેશના પ્રદેશો, વ્યક્તિઓ રીત રિવાજો વગેરે અમને લખજે. જોકે હવે તો દુનિયામાં સાયન્સ તથા વિજ્ઞાન કેટલું બધું આગળ વધતું જાય છે કે આપણે કોઈ ગામડાના ગારના નાનકડા ઘરમાં જીવન વિતાવતા હોઈએ ને છતાં દુનિયામાં દરપળે બનતા બનાવોથી વાકેફ રહેવા ધારીએ તો રહી શકીએ એવી સગવડતાઓ થઈ ગઈ છે અને બીજા થોડાંક વર્ષોમાં તો સાંભળ્યા રોજ સમાચારો તથા બનાવો જોઈ શકાશે, પછી ક્યાંય ગયાની કે જોયાની ખામી સંભાળે દરેક વ્યક્તિને છે નહીં રહે.

તમારું ઘર કેમ ચાલે છે? શ્રી હસમુખલાલ પણ ત્યાં આવવાની તૈયારી કરે છે, ત્યાં એટલે તમારા શહેરમાં કે બીજે ક્યાંય? ત્યાં આવશે ત્યારે સૌને સાથ સારો રહેશે.

તારો છેલ્લો પત્ર હજુ મળ્યો નથી. ફરતો ફરતો આજકાલમાં આવી પહોંચશે જોઈએ. તારા સ્વેટર વિષે જ્યોતીએ આગળના પત્રમાં લખેલ ને મુકાવવા બાબત પછી આજે બાબત પત્ર છે. તારો પત્ર મળે એટલે વિગતવાર

 

ખ્યાલ આવશે હમણાં દિવાળી સુધી સમય જરા ઓછો મળશે એટલે કદાચ હસમુખલાલ સાથે મોકલી શકું પણ તારે ખાસ જરૂર હોય તો તાત્કાલિક જણાવવાની કોશીષ કરું તો તરતજ જણાવજે.

વડીયાથી ખુશીખબર આવે છે. પૂ.બાપુજીને હજુ એમનેમ છે. ઘેર ઘેર પંખા ક્યારે થશે અનિશ્ચિત છે. બીજા બધાનું સારું છે એમ યાદ છે. અહીં અમે સૌ મજામાં છીએ. મારી તબીયત એકદમ સારી છે. તારી તબીયત ત્યાં કેમ રહે છે લખજે.

અહીંના પત્રો તો તને પેપર દ્વારા મળતા હશે ને છતાં થોડુંક લખું છું. વર્ષે દર વરસ કરતાં ખૂબ પુર આવેલો છે જેથી હીંદુસ્તાનને ખૂબ નુકશાન થયું છે. આર્થિક રીતે તથા જાનમાલથી. દીલ્હીમાં એશિયામાં સૌથી મોટામાં મોટું ઓદ્યોગીક પ્રદર્શન ચાર દિવસ પહેલાં જવાહરલાલને હાથે ખુલ્લું મુકાયું. જમુનામાં પુર એટલું બધું આવેલ કે પ્રદર્શનના મેદાનમાં પણ પાણી ભરાય ગયેલા. આજકાલ જવાહરલાલ સૌરાષ્ટ્રની ટુર ઉપર છે. સૌરાષ્ટ્ર તરફથી ૪૦ બળદ જોડી તથા બગીયા ની જવાહરલાલને ભેટ અપાશે હમણાં પુનરચના અંગે પિંચવાહો ઉભા થયા છે વિચારણા તથા વાટાઘાટો ચાલે છે જોઈએ શું પરિણામ આવે છે.

હવે તો નાતાલની થોડી થોડી તૈયારી થતી હશે તમારી કેટલા

 

(નોંધ: પૃષ્ઠની ઉપરના ભાગમાં લખેલું છે અને ઉંધા અક્ષરે અન્ય લખાણ છે)

પ્રિય ભાઈ હેમેન્દ્ર,

તારા પહેલાં બંને પત્રો વાંચવા મળેલા. પછીના હવે મળશે. તારા ત્યાં પહોંચ્યા પછી તને તુરત પત્ર લખવો જોઈતો હતો. પરંતુ તેમજ બની શક્યું. એનો ખૂબ અફસોસ થાય છે. જીવનની ઘટમાળ કેવી છે! એક પત્ર લખવો હોય તો પણ નથી બની શકતું. એમાં દોષ પોતાનો હોય છે. દિવસભર ટુંક કામ કર્યા કરતા કે એટલી પણ ફુરસદ મળે, એટલી મનની નબળાઈ. જીવવું શું! અફસોસ કરવાથી પતી નથી જતું. તારી તબીયત સારી હશે. અને રોજગાર જોઈએ! કામની વહેંચણી કેમ કરી છે. કોલેજનો શું સમય છે! અમને અકેક કાગળ ફુરસદ મેળવીને વિગતવાર લખજે. શૈલેષ તો તને અને અમેરિકાને ખૂબ યાદ કરે છે. એને પણ આવવું છે. જેટલા પ્લેન - તું ગયો દરમ્યાન - ઉડતા જોયે એટલે સાદ પાડે કે બટુકમામા જાય છે. પછી એમ કહે કે બટુકમામાએ સાંભળ્યું નહિ. હવે સુખે બેસાડ્યો છે. થોડું થોડું આવડ્યું છે. હમણાં તો અમે દિવાળીની તૈયારીમાં પડ્યા છીએ. તમને દિવાળી યાદ આવે છે? રસોઈની કેમ વ્યવસ્થા કરી છે? તને કાંઈ ફાવે છે? પેલા દુધાળાની ત્યાં ગયા બાદ ફસાયા છો કે નહિ? અને પરચુરણ તે માટે શું કર્યું? વડીયાથી પત્ર આવતો હશે!

 

(નોંધ: પૃષ્ઠની ઉપરના ડાબા ભાગમાં લખેલું છે)

અહિં બધાની તબીયત સારી છે. બાપુજીની આંખે હજુ એમજ છે. અનુતાઈને અહિં કામ માટે બોલાવેલ પરંતુ બાપુજીની આંખને અંગે બાપુજી એના લખાવે છે જે આવ્યા હોત તો એમને માટે સારું હતું. ત્યાં હજુ એમને માટે કાંઈ પણ વ્યવસ્થા થઈ નથી. આરે તરફથી ચિંતા છે. તું તારું ભાવિ સુધારવા ઈચ્છા છે. બા બાપુજીની વૃધ્ધાવસ્થાનો પ્રશ્ન મુંઝવે છે. ચિંતા વગરનું જીવન કોનું હશે? મોટાભાઈ ફરજ ચૂક્યા છે. જીવન જીવવું સહેલું છે સહન કરવું અઘરું છે.

વજન વધ્યું હોય તો લખજે. હવે આવતા નૂતન વર્ષના અભિનંદન મોકલશું. તારા બનેવી આનંદમાં છે. તારા મિત્ર - તેં લખેલ જેને વિષે એનો પ્રત્યુત્તર ન્હોતો મળ્યો. શું થયું હશે કદાચ તને ખબર હોય. તારાચંદ ભાઈ તને જ્યારે આયખે છે ત્યારે યાદ કરે છે, કાગળ લખજે. અંકેસ્ની બેનના સ્મરણ. તારા મિત્રોને પણ સ્મરણ કહેજે. કાંઈ પણ વસ્તુ મગાવવી હોય તો લખજે.

 





No comments:

Post a Comment