To, Hemendra. C. Parikh
77, Engineering Hostel Vidya
Nagar via Anand
મુંબઈ
તા. ૧-૧-૫૩
પ્રિય
ભાઈશ્રી,
આપનો
પત્ર મળ્યો. મારી ભૂલ માટે
મને માફી નથી આપી
શકો તેમ લખો છો
તે વ્યાજબી છે. તો હવે
ગુનાની શિક્ષા ફરમાવશો તો માથે ચડાવવા
પ્રયત્ન કરીશ.
પટેલને
જરૂર મળશો અને પત્ર
લખવા કહેશો. નાતાલની રજામાં આંહી આવ્યા હોત
તો સારું થાત. જેમ જેમ
મળવા માટે વધુ પ્રયાસ
કરીએ છીએ તેમ તેમ
તે વધારે મોડું થતું જાય છે.
છોકરી વિશે તો તમે
કાંઈ લખ્યું જ નહિ. તો
યોગ્ય બંદોબસ્ત કરવા મે. કરશો.
તબિયત
સારી હશે. વજન કેટલું
છે? તે જણા-
વો
તો તબિયત નો ખ્યાલ આવે.
શંકા લાવશો નહિ. કોઈ સામાજીક
પ્રયોજન માટે નથી પૂછાવતો
પણ મને તમારા માટે
જરા વધારે લાગણી છે એટલે. તમે
સર્વ પરીક્ષામાં ખૂબ સારી રીતે
સફળ થાવ તેવી મારા
અંતરની શુભેચ્છા છે.
મારી
તબિયત સારી છે. મિત્રોને
યાદી. બાકી ખાસ નવીન
નથી. પત્ર જરૂર લખશો.
એ
જ: હિમતના સંસ્મરણ



No comments:
Post a Comment