શ્રી
હેમેન્દ્ર કુમાર સુનીલાલ પારેખ પ્રદ્યુમન સિંહજી હોટેલ રૂમ નં. ૫
ડોલેજ રોડ, RAJKOT (KATHIAWAR)
તા.
૯, ૨, ૫૧
પ્રિય
ભાઈ હેમેન તે મોકલેલ રક્ષાબંધનની
ભેટ મળી ગઈ છે,
ભાઈએ દીધેલ ભેટ લેવામાં બેન
શા માટે ગુસ્સો કરે
? પણ એ ભેટ પ્રસંગે
જ વધારે શોભે એમ તને
નથી લાગતું? એક મહીનો બીજો
રક્ષાબંધન દીન જીરૂ આવત
તારી તબીયત સારી હશે. અમારી
સારી છે. ભાઈ ચિરેનનો
થોડા સમય પહેલા પત્ર
હતો બંને ભાઈઓ વાંચવાની
તૈયારીમાં હશો. તારી પરિક્ષા
પુરી થઈ ગયા પછી
તારો શો પ્રોગ્રામ છે
? કઈ ન હોય તો
આ તરફ આવવાનું રાખજે.
પછી અહીંથી આપણે સાથે દેશમાં
આપશું, તો તારો શું
વિચાર છે એ નક્કી
કરીને જણાવજે. ઘરેથી કોઈની પણ ટપાલ નથી.
મોટાભાઈ અનુભાઈના શું ખબર છે
? તને
પત્ર
લખવાનો ઘણા સમયથી વિચાર
કરતી હતી પણ એડ્રેસ
મારી પાસે નહોતું હવે
તો તું જેવા જવાબ
આપીશ એવા મળશે. ત્યારે
સમય ન હોયતો પરિક્ષા
પછી પણ પત્ર તો
લખજે. ત્યાં ફોઈને ત્યાં સર્વે ને યાદી અનુભાઈ
મોટાભાઈને પણ પત્ર લખજે.
મંદા
ના



No comments:
Post a Comment