To. Hemendra. Parekh 1128, Ohio
Lawrence (Kan). U.S.A.
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
તમારો
પત્ર તા. ૧૫-૫
નો મળ્યો. પણ હું દેશમાં
ગયો હતો એટલે મોડો
મળ્યો પછી તમે ફોટો
મંગાવેલો તેની રાહે વિશેષ
મોડું થયું અંતે વગર
ફોટો પત્ર લખવો પડે
છે. એન્ડ ફાઇન લાવી
કેમ પડે? આશા છે
તમને ગેર સમજણ નહિ
થાય. હું દેશમાં ગયો
ત્યારે રાજકોટ ગયો હતો પણ
વેકેશન ને હિસાબે ઉદય
વિરેન્દ્ર હોય એટલે ન
ગયા. મારા સાસુ-સસરા
ત્યાંથી પત્ની કુસુમ જ્ય. ત્યાં રહે
છે. દેશમાં મારી (કાકાની દીકરી) બેનના લગ્ન હતા ને
કુસુમને પણ તેડાવેલી બે
ભાઈઓ ને મળીયું એવી
આશાથી ગયેલો પણ તે ન
આવી પછી મારે રાજકોટ
જવું પડ્યું. ફોટા માટે ઘણા
વખતથી લખ્યું પણ તે મોકલતી
જ નથી. હું ગયો
ત્યારે પણ અમે ઘેર
જ કંઈ વાતો કરી
એટલે કે બાકી બહાર
ક્યાંઈ બંને ગયા ન
હતા. જે છે તે
લોકોએ તર્ક આપેલી પણ
હોઈ પણ હોય મને
સંતોષ થયો. ઘેર નીરાંતે
પાતો કરી. બાકી તો
તમને ખબર હશે કે
'કુસુમનું ઠોર ત્યાં વધુ
નીવડશે વધારે'. અત્યારથી શું કહી શકાય?
તમારી
પરીક્ષા થઈ ગઈ હશે?
પાસ પણ થયા હશો?
નોકરી વિ. સારું મળ્યું
હશે? જણાવશો. હવે કેટલું બાકી
છે?
લગ્ન
એકાદ બે વરસ મુલતવી
રાખવાની દરખાસ્ત મેં મુકી છે.
પાસ થશો તો મારી
અંતરની ઇચ્છા સાકાર થશે. ગમે તેમ
મને તમારી હાજરીમાં પરણવું લોહી ઉકળે તેવું
થાય છે - તેવો અવાજ
જ આવે છે. તમારી
આવવાની વિગત જણાવશો. બાકી
ઘરનું-કપડાં નો કરાવ્યા હતા
તે હું આપતો આવ્યો.
રાઈટ અલી તેટલું જ
કર્યું છે કદાચ તેમને
યોગ્ય થયું હશે માટે
સાડીની વાત કરવા છતાં
આપ્યું આવ્યા? મારા સાસરાને ત્યાં
દરરોજ બધા ખાદી જ
પહેરે છે વળી કુસુમ
છઠ્ઠું વર્ષ નારણદાસ ગાંધી
સાથે ફરે છે. આવું
બધું છતાં સામાન્ય પણે
મને એમ લાગે છે
કે મને જેવું જોઈએ
તેવું તો નથી જ
મળ્યું. એટલું ધ્યાન રાખશો કે મારી પસંદગીમાં
રૂપ, પૈસાદાર ઘર, વિ. ને
સ્થાન જ ન હતું
પણ હું જે જાતની
દુનિયાના માનવાળી સ્ત્રીની ઇચ્છા રાખતો હતો તેવું વજી
મને જે ચાલુ સમાજના
સળગતા હરેક પ્રશ્નો સમજી
શકે - તે વિષે પોતાનો
ચોક્કસ અભિપ્રાય રચે - તેવું મળ્યું હોત તો સારું
હતું. એટલે કે તેને
એ બાબતમાં પોતાનો ચોક્કસ ખ્યાલ હોય તેનો જવાબ
કરે એટલું જ નહિ તેનો
પ્રચાર પણ કરી શકે
તેવું જોઈતું હતું પછી ભલે
તે ગમે તે નાત,
ઘર, વિ. નું હોય
રૂપ ન હોય આ
તો એવી છે કે
પહેલાંની જેવી માયામાં માનનારી
- આપણને ગમે તે સારું
આપણને ગમે તે તેને
ન ગમતું હોય એવું સારું
પણ છતાંય દલીલ વગર દુઃખ
વહોરી ગાડીએ મારે મગજ કાંઈ
ફરી જાય. એવી લાચારી
શા માટે? આનો આપણને લેવા
સ્વતંત્ર વિચાર હોય તેવી ઇચ્છા
છે પણ તેવું ન
હોય તો લોકો જેવી
જ ગણાય કોઈક વાતો
બરાબર છે.
તમે
હવે પરણવાના ન હો તો
પછી મારે શા માટે
એકાદ વરસ ન ખમવું?
કહો તો તમારી માટે
તૈયારી કરી રાખું એમાં
મારોય સ્વાર્થ ખરો ને તૈયાર
હોય તો મારા લગ્ન
પણ જલ્દી થાય.
નરેશ
વિષે ખબર મળ્યા તેણે
શું વિચાર કર્યો છે? તમારા ભાઈઓના
ધંધા વિષેના ખબર જાણી આનંદ.
અનુપ
પરણ્યો પણ રૂપના અભાવે
એકલો રહેવું પડતું હોય સમજવા માટે
ખૂબ દાઝ બળે છે.
ઘણો બદલાઈ ગયો છે ત્યાંના
લોકોની જેમ 'Eat, drink, and be
merry' એવી કંઈક વાતો કરે
છે. આપણું કેટલાં નબળાં છીએ તે પણ
ક્યાં પહોંચ્યો હતો. મારે ખરેખર
જે જોઈતું હતું તે સેવા
નાણું પણ કીર્તિ એટલી
પણ કીર્તિ સેવાથી મળે તેમ માની
સેવા ને તો સાધન
તરીકે સ્વીકારવાની હતી. ખૂબ મનોમંથન
હવે કંઈ થયું. બીડી
છોડી, ચા પણ લગભગ
ગઈ, નવા કપડાં કેરવા
તે ફક્ત ખાદીના જ,
વાંચનમાં કિશોરલાલ મશરૂવાળાનું 'ગીતામંથન' વાંચ્યું હું ખૂબ જ
સરળતાથી સમજી શકાય તેવી
ભાષામાં લખ્યું છે. મતલબ હવે
માનસિક શાંતિ ખૂબ રહે છે.
બાકી
સૌ મજામાં છીએ. ધંધારોજગાર ઠીક
ચાલ્યા કરે છે. પગાર
પણ રૂા. વધ્યા છે.
ભાભી વિ. ૨૫ ને
હિસાબે બે માસથી દેશમાં
છે. ઓક્ટોબરમાં આવી જશે. બની
શકે તો આવો ત્યારે
કે તે પહેલાં મારા
માટે એક સારી ચશ્માની
ફ્રેમ (રીમલેસ) મોકલજો. કાચ સાથે બને
તો વધુ ઠીક નંબર
નીચે પ્રમાણે છે.
|
Sph. |
-2.0 |
-1.5 |
જમણી
:- નંબર - ૨.૦ ડાબી
:- નંબર - ૧.૫
બાકી
ખાસ નવીન નથી. પત્ર
જરૂર લખશો. ચશ્મા મોકલો તો અમુક પ્રસંગે
કીંમતી તરીકે થઈ તેમ નથી
ઠીક કિંમતના જોઈને મોકલવા નહિતર હેરાનગતિ થશે.
H. M. Botadra, 3/8 Sharda chawl
Topiwala Lane Lamington Road Bombay 7. (India)




No comments:
Post a Comment