હેમેન્દ્ર
મણીલાલ પારેખ
૧૩૧,
સ્કવેર હોસ્ટેલ
વલ્લભ
વિદ્યાનગર
આણંદ
ANAND
(GUJRAT)
૨૦૩/૧ હેરીશન રોડ,
જય બ્રધર્સ કલકત્તા .૭. તા ૧
૩.૧૨.૫૧
પ્રિય
ભાઈ હેમેન્દ્ર
તારું
વડીયાથી લખેલ પોસ્ટકાર્ડ મળી
ગયેલું એ પછી કંઈ
કામકાજના અંગે અને થોડીક
આળસના હીસાબે જવાબ નહોતી આપી
શકી.
રબ્બરના
ટેબલ ક્લોથ વિષેના તમારા બધાના અભિપ્રાય મળ્યા પ્લાસ્ટીકનો થઈ શકે પણ
વેપારી દ્રષ્ટીએ એ ઘણોજ મોંઘો
પડે. આપણા સમાજને સસ્તુ
તે છતાં સારું જોઈએ
છીએ. ટકાઉ કરતા પણ
સુંદરતા ને વધારે મહત્વ
મળે છે. અને આપણે
તો પ્રજાને જે જાતનું જોઈએ
તેજ
આપવું
જોઈએ. બીજું પ્લા.માં એ
મુશ્કેલ છે કે તેમાં
કોઈ પણ રીતે છાપ
ઉઠતી નથી. કારબનથી કે
રંગથી તને બીજો કોઈ
ખ્યાલ આવે એમ હોયતો
લખજે. અને કાપવામાં પણ
ઘણી મુશ્કેલી પડે છે. નમુના
તરીકે તો ઘરમાં એક
કરીને રાખેલ છે, ટે. તથા
થેલી.
બીજું
શું નવીન છે. ભણવાનું
કેમ ચાલે છે? તબીયત
તો સારી છે ને?
કવિએ ક્યાં સુધી પ્રગતિ કરી?
પત્ર લખજે. ભાનુબેન તો લગ્નમાં ગયા
હશે એટલે આવે ત્યારે
યાદ આપજે.
ચંદાના
સ્મરણ



No comments:
Post a Comment