To, Hemendra. C. Parikh
131, Square Hostel Vallabh
Vidyanagar Anand
વલ્લભ
વિદ્યાનગર
તા.
૨૩-૮-૫૧ વિરેન્દ્ર
ક્યાં છે? શું કરે
છે? તેનું Address લખશો.
પ્રિય
ભાઈ હેમેન્દ્ર, આપનો પત્ર મળ્યો,
વાંચી બધી વિગત જાણી.
હવે તમને બરાબર ફાવતું
હશે. બોર્ડિંગ કે હોસ્ટેલ જેવી
તો જીંદગીમાં વર્ષો ગાળવા જેવી કોઈ સંસ્થા
નથી. ત્યાંનો આનંદ ફક્ત વિદ્યાર્થીઓજ,
રમતા કુદતા, કટ્ટા મશ્કરી ઉડાવતા અને નિશ્ચિંત - આખા
સૃષ્ટિ સમજથી દુર - ઘરથી દુર તથા
કોઈ પણ જાતની ચિંતા
નહિ. તમને થોડો વખત
કેમ ન ગમ્યું તેજ
આશ્ચર્યની વાત છે. વળી
તમે બોર્ડિંગનો અનુભવ લીધો છે.
તબિયત
સારી હશે? રાંસઈ, ગાંગાથા,
દાજી, અહી વિ. મજે
છે. બજરીઆના કોઈ સમાચાર નથી.
સુખલાલ બિચારો ચાલ્યો ગયો - મને ખુબ અફસોસ
થાય છે કે મેં
એને
બિચારાને તેના છેલ્લા ભાગ
(તથા) પત્રનો જવાબ પણ ન
આપી શક્યો. ખરેખર એની તરફના મારા
(?) વર્તનનું પ્રકરણ દુઃખ ભર્યું છે.
ક્યારે ક્યા માણસને કઈ
રીતે ક્યા શબ્દોમાં બોલાવો
એ જીવે તે ક્યારેય
ભૂલવું ન રહેવું. તેના
બદલામાં અપમાન આપ્યું. પ્રભુ એને શાંતિ આપે
બિચારો બરાબર કીડનીનો હતો. પત્ર જરૂર
લખશો. તબિયત સારી રાખજો. ખાવાની
વ્યવસ્થા ત્યાં નિયમમાં સારા હશે જ્યારે
લખી શકો ત્યારે લખજો.
લિ.
હિંમત



No comments:
Post a Comment