Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 7 February 2017

ANU BHAI - 09/05/1959

   

Sgt. H. C. PAREKH, Room No. 38, Appollo Hotel, Behind Regal Cinema, BOMBAY. 1.

આણંદ. તા. --

 

ભાઈ બટુક, અમો મંગળવારે સવારે અમરાવાહ આવેલા. મુ. ડૉ. સાહેબ તથા અં. સૌ. નવલબેન સ્ટેશન ઉપર આવેલા. ત્યાં આગળ ચાર દિવસ રોકાયેલા અને મુ. ડૉક્ટર સાહેબે તારા ભાભીની તબિયત બરોબર તપાસેલ તથા ઍક્સ રે ફોટો પણ લીધેલ. તેમણે બધી ટ્રીટમેન્ટ લખી આપી છે. આંતરડા ખુબ નબળાં પડી ગયા છે. એટલે આરામ લેવાની ખુબ સલાહ આપેલ છે. નબળાઈ ખુબજ રહ્યા કરે છે. ગઇ કાલે સાંજના ત્યાંથી નીકળી અમો રાત્રે અહિં આવ્યા છીએ. અં. સૌ. નવલબેન, ભારતી તથા સરલાબેન ગઈ કાલે રાત્રે રાજકોટ જતા આપના થયા હશે. તારો પત્ર ગઈ કાલે ત્યાં મળ્યો. અમદાવાદ ચાર દિવસ સૌની સાથે રહેવાથી એકબીજાનો ખુબજ પરિચય થયો. સૌ ખુબજ પ્રેમાળ માણસો છે. ભારતીમાં ઘણીજ નમ્રતા છે. બંને બાળકોને એમની સાથે ખુબજ ગમતું હતું. એમનો આટલો અભ્યાસ અને સુખી માબાપની પુત્રી હોવા છતાં તેમનામાં મુંબઈગરા આંચકા જેમ જરા પણ આછકલાઈ નહોતી. સ્વભાવે પણ ઘણા નરમ છે. મારા પ્રત્યેની એમની આમન્યા ખુબ વડીલો પ્રત્યે જે રીતે હોય પ્રમાણે. જો કે મેં કહ્યું કે ભાઈ એમ નહિ હું મારા મિત્ર જેમ મળું છુંતેથી તમારે પણ અમારી સાથે છુટથી રહેવું. ટુંકમાં તારા જીવનસાથી તરીકેનું એક સરસ પાત્ર મળી ગયું છેએમને પસંદ કરવામાં અમો બંને તને અભિનંદન આપીએ છીએ. અમો આજે અહિં આવ્યા છીએ. કેટલું રોકાઈશું નક્કી નથી.

 

આબુ ફરવા જવા માટે વિચાર છે. જે માટે વડીલશ્રી પૂ. બાપુજીની મંજુરી પણ આવી ગઈ છે. ચિ. રજની ભાઈ સાટુલાઈ હસ્તે વિનયકાન્ત તથા મધુબેનને આબુ આવવા લખેલું જે એમના તરફથી હા આવી ગઈ છે. જો કે આબુ ઉપર જગ્યા મળવાની મુશ્કેલી છે તેમજ ડૉ. કંસારાએ પણ કહ્યું કે ત્યાં પાણી ઘણું ભારે છે અને જો ત્યાં આગળ રોજના ચાર પાંચ માઈલ ફરીએ તો નકામું છે. ત્યારે સંજોગોમાં વિમુ એટલું ફરી શકે કે કેમ તે પ્રશ્ન છે. જે બીજી તરફથી વલસાડ પાસે તીથલ ની ડૉક્ટરે પણ ભલામણ કરેલ છે. એટલે જે રીતે પ્રોગ્રામ નક્કી થશે રીતે જણાવીશ. ડૉ. રમણિકભાઈ ચાર દિવસ થયા દેશમાં ગયા છે. ભાનુબેનને ત્યારે અહિંજ છે. ડૉ. તા. ૧૭/ ના વિષેમાં જવા માટે મુંબઈ આવશે. ત્યાંથી તા. ૧૯ ના ટ્રેનમાં ઉપડવાના છે. ભાનુબેન તને ખુબ યાદ કરે છે. મારા ફાઇનલ પ્રોગ્રામ તને મંગળવારે જણાવીશ. ભગવાન સુખી તો અહિં છીએ.

 

 

ARVIND C. PAREKH, c/o. DR. R. R. Doshi, ANAND.

BOMBAY 11 MAY 11.15 AM 1957

 





        

No comments:

Post a Comment