વિકાસ
કોર્પોરેશન (VIKAS
CORPORATION)
Tele : VICAS ફર્ગ્યુસન
ટ્રેક્ટર ડીલર્સ રઘુવીર ભુવન, ગોંડલ રોડ, રાજકોટ.
ભાવનગર
તારીખ. ૨૮/૧૨/૫૮
પ્રિય
ભાઈ બટુક,
તુ મુંબઈ પહોંચી ગયા બાદ તારું
એક પોસ્ટ કાર્ડ હું રાજકોટ હતો
ત્યારે વાંચેલું.
તારી
ફેક્ટરી SION ઉપર છે તે
જાણ્યું. રહેવાનું હમણાં શાંતિભાઈને ત્યાં રાખેલ છે તે જાણ્યું.
તું હવે કામની ધમાલમાં
પડી ગયો હશે. બરોબર
ફાવી ગયું હશે.
અમારી
સૌની તબિયત સારી છે. રમણિકભાઈ
મળે તો કહેજે કે
તેમના બાએ અહીંની હોસ્પિટલમાં
હરસનું ઓપરેશન કરાવ્યું છે અને તબિયત
સારી છે. હું ગઈકાલે
હોસ્પિટલમાં ગયો હતો.
ત્યાં
સૌને સ્મરણ. ફુરસદે પત્ર લખજે.
લી.
અરવિંદના
સ્મરણ

No comments:
Post a Comment