To, Hemendra. C. Parekh.
77, Engineering Hostel Vidya
Nagar via Anand. (N. Gujarat)
મુંબઈ
તા. ૧૭-૩-૫૭
(Note: '૫૭'
is corrected over '૫૭'
or '૪૩', with
20-3-57 written below it) ૨૦-૩-૫૭
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
તમારો
પત્ર ઘણા જ દિવસો
પહેલાં હતો. ફક્ત તમને
તકલીફમાં ન મૂકવા ખાતર
જવાબ મોડો લખું છું
કારણ તમે પરીક્ષાની (અપૂર્વ
તૈયારી) કરી રહ્યા હશો.
તમે ખૂબ જ સારી
રીતે — ગૌરવપૂર્વક ઊંચું મોઢું રાખી શકો તે
રીતે પાસ થાઓ એવી
મારી અંત:કરણ પૂર્વકની
આશા છે. તબિયત ઘણુંખરું
સારી હશે. મારી તબિયત
સારી છે. તમારો જવાબ
વહેલો મોડો તેની કાંઈ
હરકત ન હોય શકે.
પરીક્ષા પછી જરૂર મુંબઈ
આવશો ત્યારબાદ દેશમાં જવાનું રાખશો તેવી વિનંતી છે.
ઘણા લાંબા સમયથી મળવાની ઈચ્છા છે તે પૂરી
થાય.
પટેલને
જરૂર મળશો અને બનતી
મદદ કરશો. તેનું આખું નામ હિરાલાલ
ભોગીલાલ પટેલ. તે એન્જીનીયરીંગના ડીપ્લોમા
કોર્સના પહેલા વર્ષમાં છે. તો ટાઈમ
હોય તો ઘટતી તપાસ
કરી જરૂર તેને મળશો.
દેશમાં સૌ કુશળ હશે.
તમે દુષ્કાળ રાહતના કાર્ય માટે કઈ બાજુ
જવાના છો? છાપામાં ખબર
મળ્યા છે.
દ:
હિંમત ખોરાદરાવા સ્નેહ સ્મરણ —



No comments:
Post a Comment