Hamendra C. Parekh,
c/o. The Mercantile &
Industrial Development (Pvt.) Ltd.
Scheme "6", Road
"2"
Sion
BOMBAY - 22.
પ્રિય
હેમેન,
તારો
પત્ર મળ્યા ઘણો સમય થઈ
ગયો ને છતાં તને
પત્ર નથી લખી શકી,
તને અભિનંદનનો પત્ર રાજકોટ લખેલ
પણ તું તો તરત
જ મુંબઈ ચાલ્યો ગયેલ એટલે તને
મળ્યો નથી. ભારતી વિષે
બધી વિગત મળી અને
એ ઉપરથી લાગે છે કે
બધી રીતે સારું મળી
ગયું છે. મેં ભારતીને
આશીર્વાદ પત્ર લખેલ તેનો
રાજકોટથી જવાબ આપેલ છે,
ફોટો મંગાવેલ છે. આશીર્વાદ જઈને
મોકલશે એમ લખ્યું છે.
રાજકોટથી
નાનુનો તથા બેબીનો પણ
પત્ર છે. લગ્ન તાત્કાલિક
કરે એમ લખે છે.
મારું તો માનવું છે
કે મુંબઈનો બ્લોક મળ્યા પછી લગ્ન થાય
તો વધારે સારું, જેથી એ ત્યાં
આવીને રહી શકે. અત્યાર
લગ્ન કરીને પણ કાં તેણે
અલગ રહેવું પડે કાં રાજકોટ
અથવા વડિયા. જોકે તમે સૌ
વિચાર કરીને જ નિર્ણય કરશો.
તને
પુ. બેન ને સેવોય
હોટેલના સરનામે પત્ર લખેલ છે
પણ તારો જવાબ નથી
એટલે કદાચ મળ્યો ન
હોય એમ પણ બને.
અહીં અમે બધા મજામાં
છીએ. પુ. બેન ત્યાં
પણ, શેઠને ત્યાંથી તેનો જૂનો નોકર
ભૂપત છૂટો થઈ ગયો
છે. શેઠના દીમાગ પણ ખૂબ જ
વિચિત્ર થઈ ગયા છે.
ચિંતા, ગુસ્સો, મુંઝવણ, કોઈ વાતનો ચોક્કસ
નિર્ણય નહીં. કોઈની સાચી સલાહ માનવી
નહીં. ઘડી ઘડીમાં વર્તન
કર્યા કરે, ખુબ જ
વિચિત્રતા કરે છે અને
એની અસર બેન ઉપર
પડે છે. અહીં આવતા
ઘણા દુબળા થઈ ગયા છે.
જુદાઈમાં જોવા જઈશ તો
સૌને કંઈ કંઈ દુઃખ
હોય છે. અને ઈચ્છવા
છતાં કોઈનું દુઃખ નિવારી શકાતું
નથી.
અનુભાઈનો
આજે આણંદથી પત્ર છે. ભાઈઓ
ભાભીઓમાં પણ સ્ત્રી આવતા
કેટલો ફેર પડી જાય
છે. નાની ભાભીની તબિયત
તો ઘણા સમયથી નરમ
રહે છે એ તો
હકીકત છે. એ માટે
આણંદ ગયા...
છે,
કહ્યું, હેમેનની મુસાફરી પછી સેકન્ડ ક્લાસ
હોય નુકશાનકર્તા છે. ગાડીમાં આવવું
જોઈએ પણ એ સત્ય
છે કે ગાડી અમુક
વ્યક્તિઓ માટે દેખાડવા માટે
છે. બહારના માટે કામે એટલી
દોડે પણ ઘરના માટે
નહીં, એને એ પણ
તબિયત માટે જરૂર હોય,
ડ્રાઈવર માટે પણ બધી
તરફથી સગવડ જોઈએ ને
તીથલ માટે નક્કી કરેલ,
જોઈ આવ્યા પણ જવા બધી
તૈયારી થઈ. પંખીઓની ખટાખટેધરનો
ખર્ચો ન પોસાય એટલે
પાછા ભાવનગર જવાના છે. રાજકોટથી બધા
ગાડીમાં એક દિવસ આણંદ
રોકાઈ આજ ડ્રાઈવ કરવા
ગયા છે. કુદરતનો પણ
કેવો વિચિત્ર ન્યાય છે, મને તો
એમ થાય છે કે
મુશ્કેલીમાં સૌ સાથે ઊભા
રહી દુઃખ ભાગ્યા, અને
આજ જેના હાથમાં એના
મોંમાં જ આજ જાદુની
રિયાલીટીમાં આ પ્રમાણે છે
તો પછી ભવિષ્ય તો
કેવું હશે ? ક્યારેક તો ખૂબ જ
દુઃખ થાય છે, અનુભાઈ
તથા નાનુ માટે કેટ
કેટલું ખરતા હતા રાત
કે દિવસ પણ ન
જોયા, અને આજ એ
જ મહેનતનું પરિણામ આપ્યું ત્યારે એ લોકો માટે
શું ? આ વખતે નાનુને
જોઈને જીવ બળશે રાત
દિવસે.
સાપ
શાંત થતો જાય છે.
અને ચિંતાઓને અંદરોઅંદર શમાવતો જાય છે. રોજ
ઇરેગ્યુલેશનના કામને હિસાબે એ જાણી ન
શક્યો અને એના જ
હિસાબે અમેરિકા ન જઈ શક્યો.
અને અત્યારે જે આપે એ
લેવાનું કારણ એનું છે
બહારના વેપારમાં ક્યાંય સ્થાન નથી એટલે. જો
નાનુને પૂછેલ ત્યારે એણે લખ્યું કે
"હું મારો સ્વભાવ શાંત
કરવાની કોશીશ કરું છું." પણ
શામાટે, શાંતિ તો અમુક ૨૬
સીઝન જ હોય એથી
વધારે શાંતિ કોઈ માનસિક ઘસારાના
પરિણામે ઉપજે આવે.
જોકે
તને આ બધું લખીને
દુઃખ દેવાનું છે કુદરતે જે
એમાં શું કરી શકે.
કાકાને જુનાગઢમાં ઓફિસ ખોલી દેવાની
વાત થાય છે. એ
માટે રતિકુભાઈ થોડા વખતમાં આવશે.
ઘરના ભાઈઓના રૂપ કરતાં બધા
આપસ આપસ કરી કામ
કઢાવે એ વધારે સારું
લાગે છે. આપણે તો
દૂર બેઠા બધું જોઈને
ચિંતા જ કરવાની રહે
છે.
આવજો
તને ઘણું લખ્યું પણ
આનંદ થાય એવું કંઈ
જ નહીં, તારી તબિયત બરાબર
સંભાળજે, અમેરિકાથી આવ્યા પછી...
ઘણું
વજન ઘટી ગયું કહેવાય.
જલ્દી શિવાજીપાર્કનો બ્લોક મળી જાય તો
કંઈક શાંતિ થાય.
બીજા
શું ખબર છે ? પત્ર
લખજે. મારું શાસન નીચે આપું
છું.
અહીં
બધા મજામાં છીએ, જોકે મારી
તબિયત પાછી પંદરેક દિવસથી
બગડી છે. પણ તે
કાયમનું થયું એને રોવાનો
પણ શું અર્થ, હવે
તો કોઈ ઉપાયનો પણ
ફાયદો નથી થતો, ફક્ત
ઓપરેશન હરેક વખતે ઓપરેશન
કરાવીને પણ કંટાળી જવાય
છે. દુનિયામાં કેટલા કેટલા દર્દોની શોધ થઈ છે,
ટી.બી. અને કેન્સર
જેવા રોગ પણ સારા
થઈ શકે છે ત્યારે
આ દર્દની શોધ કરવાની કોઈને
તમન્ના જ નથી કારણ
કે શોધ કરનાર વ્યક્તિ
તો પુરુષ છે ને ! આ
દર્દ તો સ્ત્રીઓને રહે.
ઈચ્છું છું કે કોઈક
વ્યક્તિના દિલમાં માનવતા વસે અને આ
દર્દ માટે ક્યોર કરી
શકાય એવી ટ્રીટમેન્ટ શોધે
જેથી ભવિષ્યમાં કોઈને આ દર્દ ભોગવવું
કાં ન પડે.
પત્ર
લખજે.
મંદાકીની
૮/૧ એ જતીશ
ચંદ્ર માધવ રોડ, ભવાનીપુર
કલકત્તા ૨૦
તા.
૨૭મી મે, ૧૯૫૯
લખનાર
બેનનો પત્ર મળ્યો હશે
જવાબ લખજો. એલ.એમ.





No comments:
Post a Comment