To, Hemendra. C. Parikh B. 77
Engineering Hostel Vidya Nagar Via Anand
ગઢાળી.
તા. ૨૯.
પ્રિય
ભાઈશ્રી,
આપનો
પત્ર મળ્યો. વાંચી ઘણો જ આનંદ
થયો છે. પરંતુ મારા
ભાઈ હમણાં સામલા ગયા હોવાથી તેમજ
જગ્યાની અગવડને કારણે મારે હાલ તુરત
મુંબઈ જવાય તેમ નથી.
હવે જો તમે દિવાળી
પર દેશમાં આવનાર હશો તો જ
મળી શકાશે. છતાંય મારે કદાચ (રેમ
મળે તો) જવાનું થશે
તો જરૂર ત્યાં ઉતરી
ને પછી જ જઈશ
તે માટે બેફીકર રહેશો.
અભ્યાસમાં ખૂબ ધ્યાન આપતાં
હશો? હવે ફક્ત ત્રણ
વરસ મહેનત કરી લ્યો પછી
તો આખી જીંદગી મજા
છે ને? પછી... મને...
સાથે રાખી ભણાવશોને?
ડીગ્રીનું
કાંઈ કામ નથી. ફક્ત
હોંશ પુરી થાય ને?
આવી ઘણી વાતો કરવાની
છે પણ ક્યારે ભેગા
થઈએ? ખેર! તબિયત સાચવશો
અને અંડે વરસાદની બહુ
ખેંચ છે, અંડે વરસાદ
૧૬ આની વરસ થાય
નહિ તો પછી ૬
આની. પત્ર લખશો. લી.
સ્નેહળતા સ્નેહસ્મરણ
શાહ.
પાનાચંદ તારાચંદ, કાપડના વેપારી ત્થા કમીશન એજન્ટ.
વાયા ઉજળવાવ સ્ટેશન ગઢાળી. (સૌરાષ્ટ્ર)



No comments:
Post a Comment