Shri. Hemendra C. Parekh C/o. Dr.
K.V. Zatakia Maheshwari Building 1st floor. 34, Nepeansea Road BOMBAY. 6
Appolo Hotel Room. no 38 Behind
Regal cinema Bombay 1
પ્રિય
ભાઈ હેમેન
તારો
પત્ર આવ્યા પછી તને એક
પત્ર લખેલ તારો જવાબ
નથી. ઘણા દિવસથી તને
પત્ર લખવાનો વિચાર કરતી હતી પણ
તેં જગ્યા બદલવી પડશે એમ લખેલ
તેથી ક્યા સરનામે પત્ર
લખવો એ વિચાર થતો
હતો અને અત્યારે થાય
છે તે છતાં જુના
સરનામે જ લખું છું
જે મળે તો જવાબ
આપજે.
તારી
તબીયત કેમ રહે છે?
વજન કંઈ પાછું વધ્યું
કે નહી? મેં તને
લીલાબેનની રૂમ માટે લખેલ
અને એ ન ફાવે
તો લક્ષ્મીબેન (મારા બેનપણી) બીજી
ક્યાંય સગવડતા કરી આપશે મેં
એમને લખેલ ત્યારે એમનો
જવાબ આવેલ કે તમારા
ભાઈ મને મળે અથવા
તો તમે એડ્રેસ મોકલો
તો મળી આપું. જેથી
એમને ક્યાંય સગવડતા ન થઈ હોય
તો કહી શકાય તો
તારે રહેવા માટે શું વ્યવસ્થા
થઈ તે લખજે.
મારી
તબીયત સારી છે દવા
એની સરખી ચાલે છે.
સારી તબીયતના હિસાબે જરા રસોઈયણના આવી
ગઈ છે ટૂંકમાં પંગાજીના
પહેલા વર્ષની પરીક્ષા આપી.
પુ.
બેન વગેરે મજામાં છે. શેઠસાહેબની તબીયત
સારી છે. પણ નોકરોના
હિસાબે અત્યારે દુકાનમાં વધારે ધ્યાન આપવું પડે છે. તે
છતાં દુકાને જઈને પણ આરામ
જ કરે છે.
દેશમાંથી
હમણાં કોઈનો કાગળ નથી. બીજા
કોઈ નવીન નથી. તારું
એડ્રેસ મોકલજે. તબીયત સંભાળીને કામ કરજો.
પત્ર
લખજે.
મંદાકી...
(જ)
તા
૧૯મી એપ્રીલ ૫૭


No comments:
Post a Comment