Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 February 2017

CHANDA BEN - 12/01/1956

MR. H. C. Parekh 616 . E Daniel street Champaign Illinious [Illinois] U. S. A.

 

પ્રિયભાઇ હેમેન,

તારા ઘણા ખરા પત્રો ફરતાં ફરતાં અહીં વાંચવા મળે છે. સમયનો અભાવ છતાં હું સમય મેળવી બધાને ને પત્ર લખું છું પણ અમે અતિ સમયના અભાવે પણ તને પત્ર નથી લખી શકતા,

તારી તબિયત સારી રહેતી હશે. મારી તબિયત રહી બે મહીનાથી બગડી ગઈ છે, એમાં અહીં જેતપુરના એક વૈદ્ય છે તેની દવા ચાલુ કરી છે, અને તેનાથી કંઈક ફાયદો છે, કોઈ ગેરંટી લેતું નથી. દવા ઉપર જીવન જીવવાનું નક્કી હોય એમ લાગે છે. સૌને જીવનમાં કોઈકનો કોઈક પ્રશ્ન હોય છે જેના વગર આપણને બેચેની લાગે, શો રીતે દવાનો પ્રસંગ રાખ્યો છે, અત્યારે તો વય ૨૫ છે કદાચને આગળ જતાં છુટી જાય તો ઇશ્વરનો ધન્યવાદ.

અહીં અમે સો મઝામાં છીએ, પૂ. બેનને ત્યાં પણ સો મઝામાં છે. શૈલેષ નિશાળે જાય છે, ઘરે માસ્તર રાખ્યા છે. બે મહીનામાં બાળપોથી કરાવી પેહેલામાં નામ દાખલ થાય માટે. બુદ્ધિશાળી ઘણો છે પણ સાથે જરા તોફાન પણ વધારે છે. ખાવાને નિશાળમાંથી સંચા લાવવો પડ્યો છે.

રાજકોટ સો મઝામાં છે, વડીયાથી રહીને બધા રાજકોટ ગયા છે. સૌને ત્યાં દુર થાય માટે, નાનાભાઈ જેતપુર ગયા છે, અનુબેનના પ્રકરણનો શો નિકાલ આવ્યો ખબર નથી. કાનુ પરીક્ષાની વાંચવાની તૈયારીમાં પડ્યો છે, એમાં કામકાજ ચારુ આવે છે એમ મોટાભાઈ લખતા હતા.

હસમુખ મુંબઈ આવી ગયો એવા ખબર મળ્યા છે. વિનોદને સીયરમાં ૩૫૦ ના પગારે નોકરી મળી છે એમ સાંભળ્યું છે. તારો વરસનો એક પત્રનો વાડો(?) તથા મિલાપમાં છપાવવાનો હતો કદાચ આવતા મિલાપમાં આવશે તો.

રામો શો કૉલેજમાં કેવી રીતે ઉજવ્યા તથા ત્યાંના માણસોએ દિવાળી કઈ રીતે ઉજવી છે, લખજે. તમે દિવાળીમાં (શિકાગોની) ક્યાંય ગયા હતા કે નહીં?

અહીં બુલગાનિન ને ખૃશ્ચોવ ૨૫, ૨૬ માર્ચમાં અહીંગાડી આવેલા સોય ઇતિહાસ છે. ખૃશ્ચોવ પણ કહ્યું કે દુનિયામાં હજુ સુધી આટલી મોટી કોઈ મિટીંગ થઈ નથી, દોઢ મિલીયનને (૧૫ લાખ) વસ્તી હતી, છેલ્લે બુલગાનિને વિહાઇટ કબુતર ઉડાડી શાંતિ નો સંદેશો આપ્યો.

તમારે ત્યાં પિકચરો સેન્સુઈમાં આવે કે બધા બાલ દુનિયા પણ આવે. ટાટા પિકચર્સે આખું આવે છે નહીં? અમે અહીં સેન્સુઈમાં "મંગલ ઉપરની શહૂર" તથા કુલેવર્ન નું સાગરસમ્રાટ જોયું. હોળીમાં, જલ્દીશ, શશીયા, હસમુખીબેન, જનકજીનયુપાદવ સાથે, ૧૨૦ બચ્ચાઓ આવ્યા અહીં પેહેલાં કરતાં પ્રમાણમાં કાંઇક ચિત્રકાર ઉતરે છે કોઈક સુધારો થયો હોય એમ લાગે છે.

શિયાળામાં ત્યાં ખુબ ઠંડી પડતી હશે, ક્યારેક ક્યારેક બરફ પણ પડતો હશે. બરફથી જીવન કડાકૂટ માણસની કરાર થઈ જાય ત્યારે ત્યાં ખાવાના તથા વાપરવાના ચાહની શું સગવડતા છે. ત્યાંનો વહેવાર પણ ચોરલાઈ ગયો હશે. આપણને અહીં જરા પણ ઠંડી નથી, પાછળથી પડશે એને ખબર.

તારી પરીક્ષા ક્યારે આવે વરસમાં કેટલી પરીક્ષા આપવી પડે? વચ્ચે સપ્ટેમ્બરમાં સેમેસ્ટર તારે દેતાં વારનું ક્યાં માપનું મોકલું તે લખજે. તબિયત ખરાબ હોય ત્યારે બહારના થઈ થોડું કામ વધારે ગમે, તો મેં જરૂર લખજે, દેવાંગનું. દેવા ભોજાઈને અને કેટલું માપ.

 

પૂ. બેન ઘણા વખતથી પત્ર લખવાનો વિચાર કરે છે, અને હું પત્ર ત્યાં મોકલાવું તો આમાં લખી શકે એટલી જગ્યા છે પણ તો પાછું તેને મોકલવાનું અઠવાડિયું મોડું થાય, આટલા મહીના નો નથી લખી શકાયો પણ જ્યારે લખાયો છે તો તરત રવાના કરી દઉં, ને તો દોઢ મહીનાનો વાયદો આપેલો જેના અમે ત્રણ મહીના કર્યા, અમારે દિવાળીનું કાર્ડ મળેલ કે નહીં?

પત્ર લખજે, અને ત્યાંના નૂતન વર્ષો પણ લખતો રહેજે, ને કઢી કેમ કરવી માટે બેનીને કે જેનને પૂછાયેલ તો કદાચ બેનીએ ત્યાંથી તને લખ્યું હશે, તે છતાં થોડુંક હું જાતે લખી દઉં, કઢી માટે ચણાનો લોટ મળે તો કોઈ પણ કઠોળની દાળનો લોટ અને છેવટે બાજરા કે સોડાબીન્સ નો લોટ પણ ચાલે, જો કે ચણાના લોટ જેવો સ્વાદ તો આમાં આવે છતાં ચાલી શકે. છાશ વધારે ખાટી હોય અને સાથે ગળપણ પણ હોય એટલે વાંધો આવે.

સીમળાની સુકવણી મોકલાવશે કે નહીં, અહીંથી પણ કંઈ જોયું હોય તો લખજે. પોસ્ટપાર્સલથી કોઈ પણ વસ્તુ મોકલી શકાય છે.

પત્ર લખજે,

સસ્નેહી,

તા. ૧૨--૧૯૫૬

 

To C. B. Shah 211 Bhajanlal Lohia lane HowRah India.

 





No comments:

Post a Comment