પ્રિય
ભાઈ બટુક, આજે સવારે તારો
એર-લેટર મળ્યો, અને
બપોરે તારું કવર મળ્યું. કલકત્તા
૧૬ નહિ અને ૭
કરવા, બંને કાગળમાં એ
ભૂલ હતી, અને કવર
તો ઘણી છાપ ખાઈને
પછી મળ્યું. હવે ભૂલ ન
કરતો,
તેં
પુછાયેલ વિગતો હવે પછી મોકલાવાશે,
સિંહ મોટરનું કારખાનું જોવા ખાસ સગવડ
મળી રહેશે. રશ્મિકાર્ત દોશી હાલમાં દેશમાં
છે પરંતુ હું માનું છું
ત્યાં સુધી એ તમે
લોકો આવશો ત્યારે આવી
ગયા હશે એટલે કારખાનું
સગવડતાથી જોઈ શકાશે. અહીંથી
ટ્રેન જાય છે, અને
વ્હાઈટ મોટર નું પોતાનું
રેલ્વે સ્ટેશન છે. અહીંથી ચાર
યા પાંચ સ્ટેશન છે.
વલ્લી તરફ નગર કાગળ
લખીને પૂછાવી જોઈશું કે ત્યાં શું
સગવડ થઈ શકે એમ
છે. મારા સગા કાકાજી
અને તેમના બે દીકરા કુટુંબસહિત
ત્યાં રહે છે.
તારી
તબીયત સારી હશે. ચંદા
બહેન અહિં દસ દિવસ
રોકાઈને એને ઘર ગયા
છે. જ્યોતિ અહિં છે. મારી
તબીયત સારી છે. તારો
પત્ર કાલે ચંદાને મોકલી
આપીશ. વડીયાથી મંજુનો કાગળ હતો, શનિવારે
રક્ષાબંધન છે, યાદ જરૂર
હશે કે ગયે રક્ષાબંધનને
દિવસે તું તથા તારા
બંનેય વડીયાથી નીકળેલા, પત્ર લખજે. શૈલેષ
મઝામાં છે. અંજલી, જૈન
ના સ્મરણ.
તા.
ક. આ કાગળ લખ્યા
પછી હમણાં જ તમારો આ
પહેલાનો લખેલો કાગળ પાંચ છ
પોસ્ટઓફિસની મુસાફરી કરીને મળ્યો. કારણકે તમે 'કલકત્તા-7' ને
બદલે '6' લખ્યું છે. Not Paid પણ થયું છે.
૧૨,
૮, ૫૪. ગુરૂ
બટુકભાઈ,
તમારો કાગળ આજે મળ્યો
વાંચી આનંદ. આ પહેલાનો તમારો
પત્ર અહી મળ્યો જ
નથી. ચંદાબહેને અહીંથી તમને બે કાગળ
લખ્યા છે, જેનાં જવાબ
હજીસુધી તમે આપ્યા નથી
એમ લાગે છે. તમે
તથા નાનુભાઈ બંને કાગળનો ઠીકઠીક
જવાબ કરી રહ્યા છો.
એક કાગળ પર બંને
બહેનોનાં નામ લખીને સમયનો
પણ સાથોસાથ બચાવ કરો છો.
એક કાગળ લખીને જો
હું કંટાળી ગઈ હોઉં તો
એમાં દોષ મારો ન
ગણાય. કંટાળો તો તમારા જેવા
ભાઈઓને આપે છે જેથી
બહેનોનાં કાગળ વાંચવા જેટલો
સમય બગાડવો ન પડે.
તમારી
ટૂરનો સંપૂર્ણ પ્રોગ્રામ નક્કી થઈ ગયો હશે.
કેટલા દિવસનો છે? દિવાળી વેકેશનની
શરૂઆતમાં જ નીકળવાના છો
ના? રાજકોટથી નાનુભાઈનું ઘણા દિવસ પહેલા
એક P.C. હતું. નાનુભાઈ સિવાય કોઈએ પણ બે
ચાર લીટી લખવા જેટલી
પણ તસ્દી લીધી નથી.
અહીં
જેનની તબિયત સારી છે. ચંદાબહેનની
તબિયત ટાઢાપ સારી નથી રહેતી.
ત્યાં ભાનુબહેનને ઘરે સૌને મારી
યાદ આપજો.


No comments:
Post a Comment