To
Hemendra C. Parekh
B. 30 Eng. Hostel
P.O Vallabh vidyanagar
Anand
Anand - આણંદ
તા.
૯. ૪. ૫૮
શુક્રવાર
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
તારો
ભાઈ ચિરેન, ઉપરનો પત્ર વાંચજે, એ
પછી તારા તરફથી કંઈ
પત્ર નથી.
હવે
તો કદાચ તારી પરીક્ષા
પણ શરુ થઈ ગઈ
હશે, ક્યારે પુરી થાય છે
? ભાઈ નાનુની તથા દિનેશની પરીક્ષા
પુરી થઈ ગઈ છે,
નાનુ અત્યારે રાજકોટ છે, વચ્ચે પંદરકે
દિવસ અહી રહી ગયેલો.
તારી
તબિયત સારી હશે વાંચવામાં
ટકામારી ખૂબજ પડતી હશે
તબિયત સંભાળજો ભણવાનું રાખવું, એ છે તો
બધુજ છે.
બીજું
– શાયજીબાપાના મુક્તાબેનના વર વસંતભાઈ લંડનમાં
મગજનું ઓપરેશન કરવા જાતાં ગુજરી
ગયા છે, એ ખબર
કદાચ તને ન મળ્યા
હોય એ માટે લખું
છું.
હું
અહીથી મંગળવારે રાત્રે સોમનાથમાં રવાના થઈ મુંબઈ જઈશ.
રવાના થતા પહેલા ખબર
આપીશ, તો તને વખત
મળે તો સ્ટેશને મળવા
આવજે, અને ભાનુબેનને ત્યાં
જવાની છો છે એ
લેતો આવજે, એનો શું ફૈસો
થયા છે એ લખી
જણાવજે. પત્ર લખજે. ચંદાના
રામરામ



No comments:
Post a Comment