To, Hemendra C. Parikh
5, Pradyumn Sinhji Hostel
Rajkot
(Saurashtra)
मुंबई
ता. ૩-૧-૫૧.
ભાઈ
હેમેન્દ્ર, આપનો પત્ર ઘણા
જ સમયથી નથી. કદાચ એસજીપીના
'રીવીજન' માંથી ઉંચા નહિ આપતા
હો ? કે N.C.C નો બંધુકનો કાંઠો
વાગી જવાથી હાથ ખડી ગયા
છે? કે દરેક વિષય
ના 'રીવીજન' માં ગરકાવ થઈ
ગયા છો? શિયાળાની ઠંડી
પણ ત્યાં તો બહુ જ
પડશે તેથી કદાચ ઠરી
ગયા હશો? જે હોય
તે ખોટું ન લગાડશો.
તબિયત
સારી હશે? મારી તબિયત
સારી છે. હું હવે
થોડા દિવસોમાં જ અભ્યાસ છોડી
દીધેલ હોવાથી દેશમાં શિયાળામાં જરા શરીર સુધારવા
આવી રહ્યો છું. જરા ધીરજ
રાખજો. કારણ જણાવ્યા બહુ
ઉતાવળ કરશો નાજી. ખાસ
કોઈ નથી, મુંબઈ મને
ન પચાવી શકી, કહોકે હું
મુંબઈને ન અનુકૂળ થઈ
શકયો. એ વિષે તમને
વધારે માહિતીની જરુર હોય એમ
હું માનતો નથી છતાં જરુર
જણાયે તદ્દન યોગ દિવસોમાં ત્યાં
મળીશું ત્યારે વાત. બાકી સૌ
વડીલોને વંદન.
વિરેન્દ્રને
પત્ર લખવા ખાસ કહેશો.
બોર્ડીંગનું પ્રભુકૃપાથી ઠેકાણું આવી ગયું તેથી
વિધાર્થીઓને જરા સગવડ રહી.
અભ્યાસ બરાબર ચાલતો હશે. બાકીના નવિન
રોયતે જણાવશો.
પત્ર
હવે હમણાંન લખશો, મારો હવે પછીનો
પત્ર તમને મળે તેમાં
લખીશ કે મને હવે
આ ઠેકાણે પત્ર લખજો.
બસ
એજ લિ. સ્નેહાલ સંસ્મરણ



No comments:
Post a Comment