શ્રી
ખેતી વિકાસ ફંડ
તા.
૧૩ . ૮ , ૧૯૫૬.
સુરેન્દ્રપુરા
વઢવાણ. (સૌરાષ્ટ્ર)
સોમવાર
ભાઈ
બકુલભાઈ
શંતમ્
જીવ શરદમ્ । તારીખ ૨૧
ના રક્ષા-બંધનનો દિવસ છે
એ
યાદ તો નહિ હોય
પરંતુ આ પત્ર મળતા
યાદ આવશે. બરાબર
આવતા
સોમવારે બહેનનો દિવસ જ આ
કાગળ તથા રાખડી મળશે.
ત્યાંની
કોઈ બહેન પાસે આ
સાથે મોકલાવેલ રાખડી બંધાવજો.
તમારા
ઘણા વખતથી પત્ર
નથી
તો લખશો. હું એક અઠવાડિયાથી
રાજકોટથી અહીં આવી ગઈ
છું.
હું
રાજકોટ હતી ત્યારે ત્યાં
ખુબ વરસાદ હતો અને તેથી
ઘણો ઠંડાકો
ખુબ
નુકસાન પણ થયું છે.
અહીંયા વરસાદ ઓછો છે. હજી
ક્યારેક
થોડો
થોડો આવ્યા કરે છે. હમણાં
તો સૌરાષ્ટ્રમાં એક પછી એક
નવી નવી
ધમાલ
થયા કરે છે. ધરતીકંપ
થયા બાદ આખા સૌરાષ્ટ્રમાં
તથા કચ્છમાં
પણ
ઘણો વરસાદ થયો. ત્યારબાદ હમણાં
મહાદ્વિભાષી રાજ્યની જાહેરાતથી
ઘણો
ખરો ઠંડાકો લોકોનો થયો તેમાં ખાસ
કરીને અમદાવાદમાં લોકોને વધુ
થયું.
આજે
ત્રણેય બહેનોનાં ખુશીખબરનાં પત્રો છે. મંજુબેન કદાચ
મહિના પછી
અહીં
આવશે. અમે રાજકોટ હતા
ત્યારે તેઓ બંને એક
દિવસ ત્યાં આવી ગયા હતા.
શ્રી
હસમુખભાઈ ગવર્મેન્ટ તરફથી રાંચી ટ્રેઈનીંગ માટે ગયા છે.
ત્યાં બે મહિના રોકાશે.
ત્યાંથી
કદાચ
કલકત્તા જશે. નાનુભાઈ ગયા
મંગળવારે મુંબઈ થઈને બેંગલોર ગયા
છે. ત્યાં તેમનું
કામકાજ
સારું ચાલતું હશે. વેકેશન સુધી
જ ત્યાં રોકાવાના હશે. અહીં સૌની
તબિયત
સારી
છે. ત્યાં તમારી તબિયત સારી હશે. વજન
વધ્યું કે નહિ? રાજકોટ
સર્વે સૌ મજામાં છે.
ત્યાં
આગળ તમારા બંને ડૉશીમાને અમારા
વતી વંદન પાઠવશો. એ
લોકો આપણા કરતા -
વિશેષ
લાગણીવાળા હોય છે એ
તમારા પત્ર પરથી જાણ્યું.
પરદેશી પ્રત્યે
આટલી
કાળજી આપણા લોકો ન
રાખી શકે. તમારો જન્મદિવસ
અહીં
તો નહોતા ઉજવતા પરંતુ ત્યાં એ દિવસનું મહત્વ
ઠીક લાગે
છે.
હમણાં થોડા દિવસ પહેલા
લીંબડીનાં એક ગરાસિયા ભાઈ
ત્યાં
ઈલીનોઈસ
યુનિ.માં ગયા છે
એવા ખબર છાપામાં હતા.
ત્યાંના
નવીન
સમાચાર જણાવતા રહેશો. મિલાપ દર મહિને મળતું
હશે
એટલે અહીંના સમાચાર તો વાચતા હશો.
અલ્કાબહેન
તથા પુષ્પા હમણાં કલકત્તાથી અહીં આવી છે
થોડા દિવસ
બાદ
અલ્કાબહેન સાથે પાછી જશે.
અહીંથી સૌએ તમને યાદ
કર્યા છે.
પૂ.
બાએ આશિષ લખાવ્યા છે.
ત્યાં સૌને યાદી. પત્ર
અવારનવાર
લખતા
રહેશો. પૂ. બહેને કલકત્તાથી
તમને કાગળ લખ્યો છે
એ મળ્યો કે
નહિ?
એમ અજ્ઞ બહેનના કાગળમાં
છે. ત્યાં પણ આપડે સમય
હોય તો
લખજો.
જ્યોતિ


No comments:
Post a Comment