Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 7 February 2017

JYOTI BEN - 15/10/1959

To Hemendrabhai C. Parekh.

140 A 'Vikas' 2nd Floor 2nd Cross Road

Shivaji Park Dadar (B.B.) ↑ Bombay - 28

 

તા-૧૫/૧૦/૫૭ ગુરૂવાર

જટુકભાઈ, તમારો તથા ગીતાનો કાગળ આજે મળ્યો વાંચી થોડીવાર સુધી ખુબ રડી, એટલા માટે નહિ કે તમે જે બધુ લખ્યુ છે મને નથી ગમ્યુ પરંતુ એટલા માટે કે મારા વેવિશાળનો પ્રશ્ન ઘરમાં સૌને માથે આટલો બધો બોજારૂપ બની રહ્યો છે અને તમે પણ એથી વંચિત નથી રહી શકતા. તમે તમારા લગ્ન ખાતર લંબાવે મને માણી શકો જાણી ખુબ દુઃખ થાય છે. હું તમારાથી ઉંમરમાં મોટી તો નથી તો પણ તમારા મનમાં આવુ લાગે જાણીને મને દુઃખ થાય તો બીજુ શું થાય? આપણા સમાજમાં છોકરી થઈને જન્મવું આટલા માટે કમનસીબી ગણાય છે ને! નહિતર અત્યારે પ્રશ્ન માટે સૌના મન આટલા બધા ચિંતિત શા માટે બને? આપણી સામાજીક રીત એવી છે એટલે એમ થાય સ્વાભાવિક છે.

મેં અભ્યાસ છોડી દીધો ત્યારે તમે તમારી ડાયરીમાં લખેલા શબ્દો તમે અત્યારે લખ્યા હોત તો પણ યાદ છે અને સાચુ છે. પરંતુ ત્યારે ઉંમરે અત્યારે છે એટલી વિચાર યા સમજ શક્તિ ન્હોતી. ત્યારબાદ સમજ પડી પરંતુ બા-બાપુજી ખાતર મેં મારી પ્રગતિ રોકી અને આટલા વર્ષો અહીં-

 

માં ગાળ્યા અને અત્યારે બહારનાં વાતાવરણને જોતા એમ લાગે છે કે મેં આટલા વર્ષો અહીં રહીને ઘણું ગુમાવ્યું છે મેળવ્યું નથી હવે પછીની જીંદગીમાં લગભગ અશક્ય ગણાય અને એનો અફસોસ જીંદગીભર સુધી રહેશે. અભ્યાસ છોડ્યો ત્યારે મારી ભૂલ થઈ હતી પરંતુ ત્યારબાદ કંઈ કરી શકી મારો દોષ નથી પણ માટે પણ સૌ મને જવાબદાર ગણે છે. બા-બાપુજીની ડાયરી વિગરેને કારણે હું અહીં રહીને તો કંઈ કરી શક્ત પરંતુ રાજકોટ હોત તો ઘણું બીજુ શીખી શકી હોત. હજી પણ ક્વાહેશ છે કે જીંદગીનાં બાકીનાં વર્ષોમાં જે જે વિષયોમાં મને રસ છે બની શકે તો માટે પ્રયત્ન કરવો ખરા બધી વાતો જવા દઉં છું ગયે માટે અફસોસ કરવાને બદલે ભૂલવાનો પ્રયત્ન કરવો યોગ્ય છે. જે હકિકત બની ગઈ છે એને ગીતા પરનાં પત્રમાંથી તમે જાણી પણ ભૂલવા પ્રયત્ન કરું છું. તમે લખો છો સાચુ છે કે લગ્ન મનની હા પાડવી એક જુગાર છે જેનો આપણી સાથે પડે છે ત્યારે અનુભવ થાય છે. નરેશ માટેની અપેક્ષા હંમેશા શંકાશીલ હતી અને એવી વ્યક્તિ પાસેથી જાતની અપેક્ષા રાખવી મુર્ખાઈ ગણાય-માત્ર મારા માટે. તમારા લગ્નમાં આવે કે આવે સાથે મને કશી નિસ્બત રહેતી નથી, અમુક બાબતો જીંદગીમાં એવી બની જાય છે કે જીંદગી સુધી ભૂલાતી નથી પરંતુ એવી વાતને ભૂલવા પ્રયત્ન કરવો વધુ યોગ્ય ગણાય. હકિકત તમને નથી સમજા-

 

એવું નથી પણ મને પોતાને પણ સમજાતી નથી. મનમાં જે Qualification નથી સ્વામી વ્યક્તિ માટે માર્ગવવો અડચણ છે સારી રીતે સમજુ છું. જે ભાઈ માટે વાત થઈ છે Ugly looking તો નથી પરંતુ સમયે સમજાય એવી મૂંઝવણ થઈ એટલે 'ના' પાડી. આટલા દિવસોનાં વિચારોને અંતે એમ લાગે છે કે સૌની ઈચ્છાને અવગ-ણીને હું ના પાડુ છું મારા Qualification જોતા ઠીક નથી. વ્હેનનાં અને ચંદાબ્હેનનાં પત્રમાં પણ ઘણી સમજવા જેવી વાતો હતી કે આપણા સમાજમાં છોકરીનું સગપણ કરવું કેટલી મુશ્કેલ વાત છે અને સાચુ હશે. જેમની સાથે વાત થઈ છે લોકો દિવાળી સુધી રાહ જોશે એમ કહ્યુ છે. ભાઈનાં બાપાનો સ્વભાવ બહુ કડક છે એમ સૌ કહે છે પરંતુ હું માનુ છું ત્યાં સુધી એવું કોઈ પણ કુટુંબ નહિ હોય કે જ્યાં દરેક વ્યક્તિ સારી હોય, એવી બાબતનો સામનો તો કરવાનો રહ્યો. લોકો કાયમ માટે બર્મા છોડીને આવ્યા છે એટલે હજી અહીં કોઈ business શરુ કર્યો નથી. પહેલાં ના પાડીને હવે 'હા' પાડુ માટે સૌ મને વિચિત્ર કહેશે પણ શું કરું? જેમ જેમ વર્ષો રીતે વિતતા જાય છે એમ સૌનાં મધ્યે ચિંતા વિશેષ કરીને બાપુજી ને માથે વધતી જાય છે કરતા પ્રશ્નનો ગમે તેવો નિવેડો આવી જાય વધુ યોગ્ય છે. શું લખું? મનુષ્યની દરેક અપેક્ષા-ઈચ્છા પુરી થઈ શકતી નથી જીંદગીની tragedy છે ને! ગીતાને - દિવસમાં જવાબ લખીશ. - જ્યોતિ

કાગળ જટુકભાઈને આપશો.

 





No comments:

Post a Comment