તા.
૯, ઓગષ્ટ ૧૯૫૬ કલકત્તા.
પ્રિય
ભાઈ બટુક
તને
આ પહેલા એક પત્ર લખેલ
જે તને મળી ગયો
હોવો જોઈએ. હમણાં તારા તરફથી કોઈ
ખબર નથી. રાજકોટ પુ.
બાપુનો પત્ર હતો એમ
બાપુજી લખતા હતા
તારી
તબીયત સારી હશે, તારી
રજાઓ ક્યાં સુધીની છે તે જણાવજે.
રહે રહેવા તથા ખાવા પીવાની
અડચણ ઓછી થઈ કે
નહીં? અહીં અમે બધા
મજામાં છીએ. પુ. બેનને
ત્યાં બધા મજામાં છે,
શૈલેશ વેકેશનમાં બાપુ માં આવેલ
છે. ભણવામાં ખુબ હોશીયાર છે,
હવે હવે તો મોટો
થતો જાય છે એટલે
ખુબજ અટપટા સવાલો કરે છે, ભગવાન
શું છે ક્યાં છે?
આપણું મૃત્યુ પછી ક્યાં જઈશું,
બાળકો ક્યાંથી આવે છે વગેરે.
રાજકોટથી
પુ બાપુનો ખુશાલીનો પત્ર હતો. થોડા
દિવસ પહેલા મોટાભાઈ, પુ. તથા દિનેશને
એક સાથે ટાઈફોઈડ થઈ
ગયેલ જેથી વડીયાથી પુ.
બા, બાપુ તથા જ્યોતિ
રાજકોટ આવેલ પુ. બા
તથા બાપુ અઠવાડીયા પહેલા
વડીયા ગયા છે અને
જ્યોતિ થોડા દિવસ માટે
રતુભાઈને ઘરે રોકાયેલ છે,
ભાભી વગેરેને તાવ નોર્મલ થઈ
ગયો છે અને હવે
ખાવાની પણ છુટ આપી
છે.
બેન
ચંપુ જોડેય મજામાં છે.
શ્રી
હસમુખભાઈ વિકાસ અધિકારીની બે મહીનાની ગર્વમેન્ટ
તરફથી જે ટ્રેનીંગ અપાવે
છે તેના માટે રાંચી
ગયેલા છે, ભાઈ નાનુ
તરૂપના બેંગલોર ફરગ્યુસન ટ્રેક્ટર નું કઈક જોવા
માટે ગયો છે ત્યાં
દોઢેક મહીનાનો કોર્સ છે પછી મદ્રાસ
કલકત્તા વગેરે તરફ આવશે એમ
લખે છે.
પુ.
કાકા કાકી દિવાળી સુધી
દેશમાં રોકાવાના છે, ઘરે ઘરે
ખરચાની સ્થિતી કટોકટી થતી જાય છે,
જો વેળાસર ખેતી થશે એના
માટે
સારૂં
છે.
ત્યાંના
અવારનવાર લખતો રહેજે. આ
વરસે સૌરાષ્ટ્રમાં ખુબ જ વરસાદ
પડ્યો છે. બીજો દુકાળ
ન પડે તો સારૂં.
અહીં પણ હજી વરસાદના
ઝાપટા આવ્યા કરે છે અને
સીઝન ખુબજ ખરાબ રહે
છે. હમણાં તો બધે માંદગી
છે.
અનુભાઈએ
રેંટીયાના નાકે નવું ઘર
લીધું છે તો ખબર
મળ્યા હશે. હવે સૌ
શાંતિ અને સંપથી રહે
તો ભવિષ્યમાં આશા થશે.
પત્ર
લખજે. અહીંથી કંઈ મંગાવવું હોય
તો બિન્દાસ મંગાવજે.
બધે
શું ખબર છે? ત્યાંના
નવીન કંઈક લખતો રહેજે.
ચી.
હસમુખ
પાછળ,



No comments:
Post a Comment