To, Hemendra. C. Parikh
Room No. B. 77. Engineering
Hostel
Vallabh Vidyanagar
Via Anand.
પ્રિય
ભાઈશ્રી, તમારા બન્ને પત્રો મળ્યાં હતાં. વાંચી ખૂબ જ આનંદ
થયેલ. હમણાં ... ની બેનનું સગપણ
લઈ મેમાન આવેલ તેથી પત્ર
મોડો લખું છું. મને
મોરબી એડમીશન મળ્યું નહિ. માર્કસ બીલકુલ
ઓછા તેથી નીરૂપાયે થવું
પડે છે ત્યાં કેટલા
ટકા સુધી એડમીશન આપેલ
છે? તે જણાવશો. કોઈ
જગ્યા ખાલી છે ખરી?
તો વળી કોઈને લગાડીયે.
તમો હવે જલ્દીથી અભ્યાસ
કરી ફર્સ્ટ મેળવો એવી મારી પ્રભુ
પ્રાર્થના છે. આપણે હવે
ઈન્ટર સાયન્સ B ગ્રુપમાં જવું હોયતો જઈ
શકાય ખરું કે નહિ
તે જરૂર જણાવજો. તબીયત
સારી હશે. મારી તબિ
યત સારી છે અહીં
વરસાદ
ખેંચ
ઘણો છે ત્યાંના સમાચાર
લખશો. પત્ર તુરત લખશો.
બુક્સ, ટુલ્સ, લિ. લઈ લીધું
હશે? મારે માટે કોઈ
રસ્તો બતાવો ખરા કે? પત્ર
લખશો અને દેશમાં આપો
ત્યાર જરૂર મળજો. લિ:
હિંમતલાલ



No comments:
Post a Comment