To Gita N. Desai Savitri Sadan
opp - shivaji Park Dadar (B.B.) Bombay - 28
ता
- ૧ લી ઓક્ટો- બુધવાર
પ્રિય
ગીતા, ઘણો સહાનુભૂતિભર્યો પત્ર
રવિવારનો મળી ગયો વાંચી
ઘણું સમજી શકી. તારા
વિચારો યોગ્ય હતા. તે frankly લખ્યું
તેથી મને કંઈ જ
ખોટું નથી લાગ્યું. જો
એવું હોત તો હું
કોઈને ના અને તને
ન શા માટે લખું?
આટલા વર્ષોથી આપણે છૂટા પડ્યા
છીએ અને આટલી દૂર
છો છતાં એમ જ
લાગ્યા કરે છે કે
તું મારી નજીક માં
નજીક છો. અને આજીવન
એમ આપણો રહ્યો એમ
ઈચ્છું છું.
તને
જવાબ બીજે દિવસે જ
લખવો હતો પણ આ
હકીકત બની ગયા પછી
મનમાં અનેક તર્ક ઉઠે
છે તેથી ન લખી
શકી. તારા એક એક
વાક્ય પર આજ સુધી
ખુબ જ વિચારો કર્યા.
તે લખ્યા પ્રમાણે માત્ર Education એ પૂરતું પ્રમાણ
ન જ કહેવાય એ
બરાબર છે. પણ મેં
તો તને અગાઉ લખ્યા
મુજબ એ વાતનો વિચાર
કર્યો છે, પરંતુ જે
વ્યક્તિ માટે મારું મન
હા પાડવા તૈયાર ન હોય તો
સૌની ઈચ્છા ખાતર હું પાડું
તો પાછળથી શું સ્થિતિ થાય?
જે વ્યક્તિ માટે હું આશા
રાખીને બેઠી છું એ
વ્યક્તિ મારા માટે 'હા'
પાડશે એવો દાવો હું
કરી શકતી નથી અને
મારી સાચી દ્રષ્ટિથી વિચારીએ
તો હું લાયક ન
કહેવાઉં. મનમાં કાંતો રૂપ અથવા તો
ઉચ્ચ અભ્યાસ હોત તો જ
એવી માગણી કરવી યોગ્ય...
કહેવાય
એ હું સમજું છું.
મનમાં એ નથી તો
હું એ વ્યક્તિ માટે
તો શું પરંતુ બીજી
કોઈ પણ વ્યક્તિ પાસેથી
એવી આશા રાખું એ
અયોગ્ય ન... જાણે હું
એટલું high education માગું છું કે ન
શા માટે ન ભણી?
એ બધી વાત ખૂબ
જ ગળે ઉતરી ગઈ
છે. પરંતુ આ હકીકતમાં તો
it happened accidently in my life. મેં
માત્ર એનું education નથી જોયું કે
નથી એ વ્યક્તિને જોઈ
પરંતુ આ feeling natural જ છે. આવું
તો કોઈના પણ જીવનમાં બન્યું
હોય. બહુ વિચિત્રતા મને
પણ લાગે છે. તે
મારો પત્ર ભાઈને વંચાવ્યો
હશે એમ માન્યું હતું
ને લખ્યા પછી એમ થયું
કે એ કાગળ વંચાવવાનું
ન લખ્યું હોત તો સારું
થાત. ખેર! હવે શું
થાય?
એમને
શું લાગ્યું? મારા માટે સૌ
ભાઈઓને પ્લેન માટે લાગણી હોય
એવી લાગણી તો છે જ
એટલે મારા ભાઈએ આ
હકીકત માટે શું કહ્યું
એ તરત જ લખજે.
મને એમ લાગે છે
કે એમને આ યોગ્ય
તો નહિ જ લાગ્યું
હોય. તે લખ્યું કે
મેં આજ સુધી રાહ
જોઈ છે તો હજી
વધુ રાહ જોઈ લેવી
એ બરાબર છે પરંતુ અત્યારે
જે વ્યક્તિ સાથે વાત ચાલી
છે એ લોકો દિવાળી
સુધીમાં જવાબની રાહ જોશે. અને
મારે એ માટે તરત
જ નિર્ણય કરી લેવો જોઈએ
એમ ઘરમાં સૌ કહે છે.
જો મારી 'હા' જ હોત
તો હું એ વાતને
શા માટે ના પાડત?
છતાં હું હજી પણ
બહુ થોડું રોકાઈ...
સૌ
પ્રશ્ન ન કર્યા કરે
છે. સૌને એમ જ
લાગે છે કે આ
'ના' પાડ્યા પછી ભવિષ્યમાં મને
પસ્તાવાનો વખત ન આવે.
શું મારું નસીબ એટલું બધું
ખરાબ હશે કે મારે
એકવાર 'ના' પાડ્યા પછી
ભવિષ્યમાં ખૂબ પસ્તાવું પડે?
મને તો આમાં કંઈ
સમજણ નથી પડતી કે
મારે શું કરવું? હા
પાડ્યા પછી પણ પસ્તાવાનો
સમય નહિ જ આવે
એમ પણ કેમ કહી
શકાય? બાકી તો નસીબની
વાત છે. કોઈના વિચારો-સ્વભાવ એકાદ કલાકમાં શું
મહિનાઓ સુધીના પરિચયથી પણ ખબર ન
પડે. બન્ને પક્ષો પોતાના પ્રારબ્ધ પર જ ભવિષ્ય
નક્કી કરવાનું રહે છે. આ
જીવનની કેટલી ક્રૂરતા છે! મેં આ
આશા છોડ્યા પછી આટલા વર્ષો
શા માટે નકામા જવા
દીધા એ કોઈ દિવસ
તને મળીશ ત્યારે કહીશ
ત્યારે જ તું મને
પૂરી રીતે સમજી શકીશ.
હું ખુબ હિંમત કરીને
final 'ના' મૂકી દઉં ને
બધાને લખીશ જેથી સૌ
વાતનો છેડો લાવે અને
હું પણ એ મુંઝવણમાંથી
છૂટી શકું. ત્યારબાદ પણ મારું મન
સાવ નિર્વિકાર તો નહિ જ
બની શકે એમ લાગે
છે. હું બને તો
સુધી એકાદ બે દિવસમાં
વાડિયા બહારથી ત્યાનો જવાબ લખજે. સૌને
યાદી —
જ્યોતિ
(Jyoti)
Jyoti Parikh Rajkot
AHMEDABAD DELY 5 Oct





No comments:
Post a Comment