To, Hemendra C. Parikh Surypara,
Opp. Postoffice Vadia (Saurashtra)
તા.
૧૪-૭-૫૦ (Date: 14-7-50)
પ્રિય
ભાઇશ્રી, આપના પત્રનો જવાબ
ઘણો જ મોડો આપું
છું તે બદલ ક્ષમા.
હવે તો તમે રાજકોટ
જવાની તૈયારી કરતા હશો. કઈ
લાઈનમાં જવાનું છેવટે નક્કી કર્યું? હું હવે 'આર્ટસ'માં જઈશ. ખાલસા
કોલેજમાં 'એડમીશન' મળ્યું છે. બજરીયા વિ.
બધા રખડે છે. સર્વીસ
સાથે અભ્યાસ આગળ કરવાની તેમની
નેમ છે. પણ સર્વીસનો
ક્યાંય પત્તો થાય ત્યારે ને?
તમારો પહેલો પત્ર મારા ખીસામાંથી
આંચકીને ખેતાણીએ વાંચેલ. તેને તો તમે
જાણો છો ને? તે
કોમર્સમાં થાય છે. નવિનનું
સરનામું હવે પછી મોકલીશ
તેને પત્ર લખવા માટે
મેં કહેલ. દાસી 'સાયન્સ'માં જાય છે.
સિદ્ધાર્થ કોલેજમાં દાખલ થયો છે.
ભાઈ
ચિરોદ્રને પત્ર લખવા ધારેલો
તે અમરેલી ગયા હશે. પ્રણલાલ
ક્યા પાસ થયા છે
એ તો ગપ હતી.
એમ સાંભળ્યું છે. માર્કસ તથા
સર્ટીફીકેટ સ્કૂલમાંથી કાલે આવી ગયા
છે. સેકન્ડ ક્લાસમાં પાસ થયો છું.
સંસ્કૃત-ગુજરાતી ૧૧૩, મેથ્સ ૧૦૦,
સાયન્સ ૫૬, ઈંગ્લીશ ૩૫
અને હિસ્ટ્રી-જીયોગ્રાફી ૬૭ છે. તમારા
વિષયવાર જણાવશો. તમારા મિત્રોના નામ લખશો. સેડગપ
જમાવવાની રજી વાટ જોતો.
લી. કિશોર



No comments:
Post a Comment